બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Akhilesh Yadav's big statement amid political upheaval in Bihar

Bihar Political Crisis / '...તો નીતિશકુમાર PM બનત', બિહારમાં રાજકીય ધમાસાણ વચ્ચે અખિલેશ યાદવનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 08:43 AM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Political Crisis Latest News: UPના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, નીતીશ કુમારે ભાજપને સમર્થન ન આપવું જોઈએ. તેઓને ત્યાં શું મળશે?

  • બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એકવાર NDAમાં સામેલ થવાની અફવાઓ શરૂ
  • સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું, નીતીશ કુમારે ભાજપને સમર્થન ન આપવું જોઈએ
  • જો નીતિશ INDIA ગઠબંધનમાં હોત તો તેઓ PM પણ બની શક્યા હોત: અખિલેશ યાદવ

Bihar Political Crisis : લોકસભા ચૂંટણી પહેલા હવે INDIA ગાંઠબંધનને મોટો ફટકો પડી શકે છે. વાત જાણે એમ છે કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એકવાર NDAમાં સામેલ થવાની અફવાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન UPના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, નીતીશ કુમારે ભાજપને સમર્થન ન આપવું જોઈએ. તેઓને ત્યાં શું મળશે? અખિલેશ યાદવે કહ્યું કે, જો નીતિશ INDIA ગઠબંધનમાં હોત તો તેઓ PM પણ બની શક્યા હોત. આપણામાંથી ઓછામાં ઓછો એક PM ઉમેદવાર છે. કોઈપણ વ્યક્તિ અહીં નંબર મેળવી શકે છે. છેવટે, તેઓને ત્યાં શું મળશે?

UPના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે એક ટીવી ચેનલ સાથે વાત કરતા અખિલેશે કહ્યું કે, નીતિશને INDIA ગઠબંધનમાં રાખવાની જવાબદારી કોંગ્રેસની છે. તેમનો ગુસ્સો સમજવો જોઈતો હતો. કોંગ્રેસે જે ત્વરિતતાથી પરિસ્થિતિને સંભાળવી જોઈતી હતી, તેમ કર્યું નથી. તેમણે કહ્યું કે, INDIA ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો તેમનું સન્માન કરે છે. એવો કોઈ પક્ષ નથી જે તેમનું સન્માન ન કરે.

વધુ વાંચો: ઓડિશામાં મોટો અકસ્માત: બે બાઇક, ત્રણ વાહન વચ્ચે ટક્કર થતા 7ના મોત, અન્ય ઘાયલ

સંયોજકની ભૂમિકામાં હતા નીતિશ 
INDIA એલાયન્સના અમલીકરણમાં નીતિશ કુમારની ભૂમિકા મોટી માનવામાં આવી રહી છે. જ્યારે એક સમયે મમતા, અખિલેશ અને અન્ય પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસ સાથે વાતચીત કરવાની વાત કરી હતી તે સમયે નીતિશ કુમાર કન્વીનર બન્યા હતા અને તમામ પક્ષોને મળ્યા હતા. પટનામાં INDIA ગઠબંધનની મોટી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ