ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / જ્યારે બંને પાઈલટ પ્લેનમાં લડતા હતાં, ત્યારે ફ્લાય દુબઈની ફ્લાઇટ કોને ઉડાવી?

Crash Attempted / જ્યારે બંને પાઈલટ પ્લેનમાં લડતા હતાં, ત્યારે ફ્લાય દુબઈની ફ્લાઇટ કોને ઉડાવી?

Published By: Nirav Kumar

Last Updated: 02:16 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં બંને પાયલટ્સ જ્યારે લડી રહ્યા હતા ત્યારે વિમાન કોણે ઉડાડ્યું? જેમાં ટ્રમ્પે ઇઝરાયલના પ્લમ્બરની વાત કરી છે, જ્યારે કંપની રિઝર્વ પાયલટ્સની વાત કહી રહી છે.

ADVERTISEMENT

ફ્લાઈદુબઈની ફ્લાઈટ 1073માં જ્યારે બંને પાયલટ્સ વચ્ચે હાથાપાઈ ચાલી રહી હતી ત્યારે વિમાન કોને ઉડાડ્યું હતું? આ સવાલ હવે ચર્ચાનો વિષય બન્યો છે. જોર્ડનની નજીક ઓમાનના પાયલટે વિમાનને ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે તેને રોકી લીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ અને માત્ર 30 સેકન્ડમાં વિમાન લગભગ 14 હજાર ફૂટ નીચે આવી ગયું. છેવટે સાઉદી અરેબિયામાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

હવે તેને લઇ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું છે કે, એક ઇઝરાયલી પ્લમ્બરે વિમાનની સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. તેમને જણાવ્યું કે વિમાન નીચે તરફ જઈ રહ્યું હતું ત્યારે આ પ્લમ્બર કોકપિટમાં ઘુસી ગયો હતી. તેને વિમાન ઉડાડવાનો કોઈ અનુભવ નહોતો, માત્ર ટીવી પર જોઈને અમુક વાતો શીખી હતી. જેમાં બંને પાયલટ્સ જ્યારે લડી રહ્યા હતા ત્યારે તેને સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.

જોકે ફ્લાઈદુબઈના પ્રવક્તાએ અલગ વાત કહી છે. મીડિયા રીપોર્ટ અનુસાર, ઓમાનના પાયલટને કાબૂમાં લીધા બાદ રિઝર્વમાં બેઠેલા બે બીજા પાયલટ્સ કોકપિટમાં ગયા અને તેમને વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ બંને પાયલટ્સ વિમાનને તેલ અવીવથી પાછું દુબઈ લાવવા માટે રિઝર્વમાં હતા.

વધુ વાંચો : માનો કે પ્લેનમાં પાઈલટને કંઇ થયું તો બચાવશે કોણ? flydubaiના કેપ્ટન સ્મિતનું એ ઈન્ટરવ્યૂ, જે થઇ રહ્યું છે વાયરલ

ઉલ્લેખનીય છે કે, ઉડાન ભર્યા થોડી વારમાં જ કોકપિટમાં હંગામો મચી ગયો હતો. ઓમાનના પાયલટે વિમાન ક્રેશ કરાવવાનો પ્રયાસ કરીને સહયોગી પાયલટ પર હુમલો કર્યો હતો. જેમાં કેપ્ટન સ્મિત મચ્છરે સમજદારીથી કોકપિટનો દરવાજો ખોલી દીધો હતો જેના પછી અમુક યાત્રીઓએ હુમલાખોરને કાબૂમાં લીધો હતો. આ દરમિયાન ATCને 7700 અને 7500 કોડનું ઈમરજન્સી સિગ્નલ મળ્યું હતું જેનો મતલબ હાઈજેકનો પ્રયાસ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smit Machhar Flydubai crash attempted

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ