બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 12:02 PM, 5 August 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
અનેક વાર નાના બાળકો તેમની નાદાનીના કારણે મુસીબતમાં પડી જાય છે અને જીવ જોખમમાં મુકી દે છે. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક બાળક વોશિંગ મશીનના ડ્રાયરમાં ફસાઈ ગયો. બાળકની માતા જ્યારે કોઈ કામમાં વ્યસ્ત હતી, ત્યારે બાળક બાજુમાં રમી રહ્યો હતો.
બાળકની બૂમ સાંભળીને માતા દોડી
બાળકની ચીસ સાંભળીને માતાએ દોડીને જોયું, તો બાળક વોશિંગ મશીનમાં ફસાઈ ગયો હતો અને તેને બહાર કાઢવા લાગી હતી. ઘણી મહેનત કરવા છતાં બાળક બહાર ના નીકળતા ઈમરજન્સી સર્વિસને ફોન કર્યોય ફાયરફાઈટર્સે ત્યાં પહોંચીને ઘણી મહેનત કરી ત્યાર પછી બાળકને બહાર કાઢી શક્યા હતા.
ઘણી મહેનત કર્યા પછી બાળકને બહાર કાઢવામાં આવ્યો
વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, ફાયર ફાઈટર્સે આખુ મશીન ખોલીને ડ્રાયર બહાર કાઢ્યું છે, જેમાં બાળક ફસાઈ ગયો છે અને તેના હાથ-પગ બહાર દેખાઈ રહ્યા છે. વિડીયો જોઈને કહી શકાય છે કે, થોડું પણ મોડુ થયું હોત તો બાળકને ના બચાવી શકાયો હોત.
બાળક ગરમ કારમાં બંધ થઈ ગયો હતો
થોડા સમય પહેલા આવો જ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં બાળક કારમાં બંધ થઈ ગયો હતો અને તેને મહામહેનતે બચાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો અમેરિકાનો હતો, જેમાં એક બાળક ગરમ કારની અંદર બંધ થઈ ગયો હતો અને તેને બચાવવા માટે એક વ્યક્તિએ કારનો કાચ તોડી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.