બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:08 PM, 26 May 2024
હવે આપણાં ભારતમાં ઘણા વૃક્ષોની પણ પૂજા કરવામાં આવે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ પણ મધ્યપ્રદેશમાં એક એવું વૃક્ષ આવેલું છે જેનું ધાર્મિક રીતે તો મહત્વ છે જ પણ આ વૃક્ષને આપણાં દેશના VVIPને અપાતી Z+ સિક્યોરીટી પણ આપવામાં આવે છે. આ પીપળાના વૃક્ષને બોધિ વૃક્ષ કહેવામાં આવે છે જે મધ્યપ્રદેશમાં ભોપાલ અને વિદિશા વચ્ચે સલામતપુરની પહાડીઓ પર આવેલું છે. જો કે આ વૃક્ષનું મૂળ બિહારમાં છે. વર્ષ 2012માં શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે એમને આ વૃક્ષ અહીં રોપ્યું હતું. પણ પ્રશ્ન એ થાય કે આ વૃક્ષને આટલી સિક્યોરીટી કેમ અપાય છે..?
ADVERTISEMENT
તો બોધગયામાં જે વૃક્ષ નીચે બેસીને ગૌતમ બુદ્ધે તપશ્ચર્યા કરી હતી આ વૃક્ષ તેનો જ અંશ છે અને મધ્યપ્રદેશ સરકાર દર વર્ષે તેની સુરક્ષા અને સારસંભાળ પર લગભગ 12 થી 15 લાખ રૂપિયા ખર્ચે છે. આ વૃક્ષ એક ટેકરી પર 15 ફૂટ ઊંચી લોખંડની જાળીથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. આ VVIP બોધિ વૃક્ષની દેખરેખ ખુદ કલેકટરની દેખરેખ હેઠળ થાય છે અને ટેન્કર વડે વૃક્ષોને પાણી આપવામાં આવે છે. જો આ ઝાડનું એક પાંદડું પણ સુકાઈ જાય સરકાર ચિંતિત થઈ જાય છે અને દેશ-વિદેશથી પ્રવાસીઓ તેની મુલાકાત લેવા આવે છે.
ADVERTISEMENT
એક એવું વૃક્ષ જેની સારસંભાળ માટે વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે સરકાર I Ajab Gajab #BodhiTree #MadhyaPradesh #ZPlusSecurity #AjabGajab #VTVGujarati pic.twitter.com/yFG22UY1hQ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 25, 2024
ઈતિહાસ અનુસાર ગૌતમ બુદ્ધે પીપળાના વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરી હતી, ત્યારબાદ તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને પછીથી આ વૃક્ષને બોધિ વૃક્ષ કહેવામાં આવ્યું હતું. જો કે, જે મૂળ બોધિ વૃક્ષ છે તે બિહારના ગયા જિલ્લામાં અને આ વૃક્ષને નષ્ટ કરવાના ઘણા પ્રયાસો થયા છે પરંતુ દર વખતે ત્યાં એક નવું વૃક્ષ ઉગે છે. 1857માં કુદરતી આપત્તિના કારણે આ વૃક્ષ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું ત્યારબાદ 1880 માં, બ્રિટિશ અધિકારી લોર્ડ કનિંનઘમ શ્રીલંકાના અનુરાધાપુરમથી બોધિ વૃક્ષની એક શાખા લાવ્યા અને તેને બોધગયામાં ફરીથી લગાવ્યું હતું.
રિપોર્ટ્સ અનુસાર ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે તેમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બોધિ વૃક્ષની એક શાખા આપીને બૌદ્ધ ધર્મ ફેલાવવા માટે શ્રીલંકા મોકલ્યા હતા અને એમને જ શ્રીલંકાના અનુરાધાપુરામાં બોધિ વૃક્ષનું વાવેતર કર્યું હતું, આ વૃક્ષ આજે પણ ત્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.