ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:27 PM, 12 October 2026
ADVERTISEMENT
એશિયાના તેલ પુરવઠા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. પશ્ચિમ એશિયાના તણાવ અને સપ્લાય ચેઇનની અનિશ્ચિતતાને પગલે જાપાને સીધો રેડ બટન દબાવી દીધો છે. દેશના ટ્રેડ મંત્રીએ એશિયાના તમામ દેશોને તરત પોતાના ઓઈલના ભંડાર વધારવાની સલાહ આપી છે અને કહ્યું છે કે ઓઈલની ટાંકીઓ અને ઇમરજન્સી સ્ટોક તરત ભરી લો, કેમ કે આગામી સમય ખૂબ જ ભયાનક હોઈ શકે છે.
ADVERTISEMENT
એશિયાના મોટા ભાગના દેશો પોતાની ઓઈલની જરૂરિયાત માટે આયાત પર ખૂબ આધાર રાખે છે. જો હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના માર્ગ પર કોઈ અવરોધ આવે તો ઘણા દેશો પાસે પુરતુ બેકઅપ નહીં રહે. આ જોખમને ધ્યાનમાં રાખીને જાપાને મધ્ય પૂર્વના ઓઈલ ઉત્પાદક અને એશિયાના આયાતકાર દેશો વચ્ચે પુલ બનીને સપ્લાય સ્થિર રાખવાની તૈયારી દર્શાવી છે.
હાલની પરિસ્થિતિમાં ઉર્જા સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે. ગ્રીન એનર્જી અને કાર્બન ઘટાડવાના અભિયાનો પણ હંગામી રીતે પાછળ પડી ગયા છે. જ્યારે ફેક્ટરીઓ અને વાહનો માટે તેલ જ નહીં હોય તો ગ્રીન ટાર્ગેટ પણ અધૂરા રહી જશે. આથી વિકસિત અને વિકાસશીલ બંને દેશો પહેલા પરંપરાગત ઇંધણની સુરક્ષા પર ફોકસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
જાપાનની સ્થિતિ વધુ નાજુક છે કારણ કે તેના 90 ટકાથી વધુ ક્રૂડ ઓઇલ મધ્ય પૂર્વથી આવે છે. જો તણાવ વધે કે હોર્મુઝ માર્ગમાં અવરોધ આવે તો આખું એશિયાઈ બજાર અચાનક અટકી શકે છે. જેમાં ભારત, ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા મોટા ઈમ્પોર્ટર આ ખતરાને નજીકથી અનુભવી રહ્યા છે. જાપાન હવે અન્ય સ્ત્રોતોમાંથી ઓઈલ મેળવવાના વિકલ્પો પર પણ કામ કરી રહ્યું છે.
જાપાનની આગેવાની હેઠળની ‘એશિયા ઝીરો એમિશન કમ્યુનિટી’એ પણ પોતાની પ્રાથમિકતા બદલી નાખી છે. જેમાં અગાઉ કાર્બન ઘટાડવા અને ક્લીન એનર્જી પર ધ્યાન હતું, પણ હવે મુખ્ય ધ્યાન ક્રૂડ ઓઇલની અવિરત સપ્લાય અને સામાન્ય ઇમરજન્સી રિઝર્વ બનાવવા પર છે. સંકટ સમયે બધા દેશો તાલમેલથી પોતાના ભંડારમાંથી ઓઈલ છોડશે જેથી ભાવ અચાનક ન વધે અને જનતાને મોંઘવારીનો ફટકો ન લાગે.
ADVERTISEMENT
વિશ્વના વ્યૂહાત્મક તેલ ભંડારની વાત કરીએ તો ચીન સૌથી આગળ છે. તેની પાસે આશરે 1.397 અબજ બેરલનો વિશાળ સ્ટોક છે. અમેરિકા બીજા ક્રમે છે જ્યાં સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાં લગભગ 413 મિલિયન બેરલ છે. જાપાન ત્રીજા સ્થાને છે અને તેની પાસે આશરે 263 મિલિયન બેરલનો મજબૂત ભંડાર છે.
સંકળાયેલા મુદ્દાઓ