ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT

ADVERTISEMENT
ફરિદાબાદઃ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના નીમકા ગામના રાજકીય હાઇસ્કૂલના એક ચતુર્થ શ્રેણી કર્મચારી કૂદેરામે (kuderam) પોતાની રિટાયરમેન્ટનો જશ્ન હેલિકોપ્ટર (helicopter) માં મનાવ્યો. તેઓની બાળપણથી જ ઇચ્છા હતી કે તેઓ એક દિવસ હેલિકોપ્ટરમાં બેસે કે જે રિટાયરમેન્ટ બાદ પૂર્ણ થઇ. તેઓએ પૂરા શહેરનું ચક્કર લગાવ્યું. આને માટે સાડા 3 લાખ રૂપિયા ભાડાના આપવા પડ્યાં. આ પૈસા માર્ચમાં પોતાના સંબંધીઓથી લઇને દિલ્હીમાં હેલિકોપ્ટરનાં બુક કરાવ્યા હતાં.
મંગળવારનાં બપોરના અંદાજે 12 વાગ્યે જેમ જ હેલિકોપ્ટર નીમકા સ્થિત રાજા જય સિંહ સ્ટેડિયમમાં ઉતર્યુ તો લોકો તેની તરફ દોડવા લાગ્યા. લોકોને લાગ્યું કે, કોઇ મોટો નેતા આવ્યો છે. પરંતુ હેલિકોપ્ટરમાંથી ઉતરતા જ હાઇસ્કૂલમાં કાર્યરત ચોકીદાર કૂદેરામ પોતાના પરિવાર અને મિત્રોની સાથે ત્યાં પહોંચ્યા. તેઓએ પોતાની પત્ની અને નાના બાળકોને તેમાં બેસાડ્યાં.
ADVERTISEMENT

હેલિકોપ્ટરે પૂરા શહેરનું ચક્કર લગાવ્યું. ત્યાર બાદ કૂદેરામે પોતાના નાના ભાઇ શિવકુમાર સાથે તેમાં બેસીને શહેરનું ચક્કર લગાવ્યું. હેલિકોપ્ટરથી ઉતરતા જ તેમને કહ્યું કે, આજે મારી તમન્ના પૂરી થઇ. કૂદે રામે જણાવ્યું કે, 20 વર્ષની ઉંમરમાં જ તેમને નોકરી મળી ગઇ હતી. પરિવારની જવાબદારી એટલી હતી કે આ ઇચ્છા માત્ર બસ મનમાં જ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ