બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / Famous food of Jammu kashmir and know the recipe
આ વાનગીઓ આપણે ઘરે જ વીકેન્ડમાં ચેન્જ માટે ટ્રાય કરી શકીએ છીએ. તો આવો જાણીએ જમ્મુ-કાશ્મીર અને ભારત બંને જગ્યાએ બનતા રાજમા, કાશ્મીરી કાવો અને કાશ્મીરી પુલાવની રેસિપી. જેનાથી તમે વીકેન્ડના મેનૂને નવીનતા આપી શકશો. તો ફટાફટ નોંધી લો સરળ રેસિપી.
ADVERTISEMENT
રાજમા

ADVERTISEMENT
સામગ્રી
1 કપ રાજમા
1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
2 નાના ચમચા આદુ મરચાની પેસ્ટ
1/2 નાની ચમચી હળદર પાવડર
1/2 ચમચી લાલ મરચુ
1 ચમચી ધાણાજીરુ
1 કપ ટામેટાની પ્યુરી
1/2 ચમચી કસૂરી મેથી
1/4 ચમચી તજનો પાવડર
મીઠું સ્વાદ મુજબ
કોથમીર સજાવટ માટે
ADVERTISEMENT
રીત
રાજમાને ધોઈને આખી રાત પલાળો. સવારે પાણી અને તજનો પાવડર ઉમેરીને તેને કૂકરમાં બાફી લો. બાફેલા રાજમાને અલગ કાઢી લો. કૂકરને ગરમ કરવા મૂકો અને તેમાં તેલ નાંખો.
તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી સાતળો. હવે આદું લસણની પેસ્ટ અને સૂકા મસાલા ઉમેરીને 1 મિનિટ સુધી હલાવતા રહો. ટામેટાની પ્યૂરી અને કસુરી મેથી નાંખીને સાંતળો. જ્યારે મસાલો સારી રીતે શેકાઈ જાય ત્યારે બાફેલા રાજમા અને જોઈએ તેટલું પાણી નાંખીને 1 સીટી લો. કૂકર ખોલ્યા બાદ કોથમીર નાંખીને સજાવો. આ રાજમાને જીરા રાઈસ અથવા પરાઠા સાથે સર્વ કરી શકાય છે.
ADVERTISEMENT
કાશ્મીરી પુલાવ

ADVERTISEMENT
સામગ્રી
1 કપ ચોખા
3 ચમચા ઘી
1 નંગ ડુંગળી લાંબી સુધારેલી
5 નંગ મરી
1 નાનો ટુકડો તજ
3 નંગ લવિંગ
3 નંગ ઇલાયચી
1 ચમચી વરિયાળી
2 ચમચા દૂધ
6 થી 7 તાંતણા કેસર
1 ચમચી ખાંડ
1 ચમચો કાજૂ
1 ચમચો દ્રાક્ષ
2 નંગ અખરોટ
1/2 સફરજનના નાના ટુકડા
દાડમના દાણા સજાવટ માટે
સ્વાદ અનુસાર મીઠું
ADVERTISEMENT
રીત
ચોખાને થોડીવાર પાણીમાં પલાળી લો. હવે પાણી બદલીને તેને બાફી લો. ધ્યાન રાખો કે ભાતના દાણા છુટ્ટા રહે. ભાતને ઠંડા થવા દો. ત્યારબાદ એક વાસણમાં 2 ચમચા ઘી ગરમ કરી લો. તેમાં મરી, તજ, લવિંગ , ફોલેલ ઈલાયચી અને વરીયાળી નાખી હલાવો. ત્યારબાદ ડુંગળી ઉમેરીને બે મિનીટ સાંતળો. હવે તેમાં ભાત ઉમેરો. થોડું હુંફાળું દૂધ લઇ તેમાં કેસર ઉમેરી ભાતમાં નાંખી હલાવો. મીઠું અને ખાંડ ઊમેરી ગેસ બંધ કરી દો. ફરી 1 ચમચો ઘી ગરમ કરવું, તેમાં ડ્રાયફ્રુટ ઉમેરીને શેકી લેવા. તેમાં દ્રાક્ષ અને સમારેલા સફરજન નાંખી, હલાવો. ગેસ બંધ કરીને તૈયાર ભાતમાં ઉમેરો. છેલ્લે દાડમના દાણાની મદદથી ગાર્નીશ કરો. તૈયાર છે કાશ્મીરી પુલાવ.
કાશ્મીરી કાવો
સામગ્રી
6 કપ પાણી
5 લીલી એલચી
2 ચમચી ખાંડ
2 ચમચી ગ્રીન ટી પાવડર
15 બદામ
2 ઈંચ તજનો ટુકડો
1 ચપટી કેસર
રીત
ગ્રીન ટી પાવડર, એલચી અને તજને સાથે પીસી લો. ધ્યાન રાખો કે પાવડર કરકરો રહે. પાણીને મીડિયમ આંચ પર ગરમ કરો. પાણી ગરમ થાય એટલે તેમાં આ પાવડર નાંખીને હલાવો.
મિશ્રણ ઉકળી જાય એટલે કેસરના તાંતણા નાંખો. ધીમા ગેસ પર 5થી 6 મિનિટ સુધી ઉકાળો. આ મિશ્રણને ગાળી લો. તેમાં ખાંડ ઉમેરી બરાબર હલાવી સર્વ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.