ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / facebook-instagram-experience-massive-outage-all-over-world

NULL / સમગ્ર દુનિયામાં કાલ રાતથી ડાઉન છે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ, કંપનીએ કર્યો આવો દાવો

Published By: vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સમગ્ર અમેરિકા અને યૂરોપમાં બુધવારે સોશિયલ મીડિયી નેટવર્કિમગ સાઇટ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થવાથી લાખો યૂઝર્સના નિરાશાનો સામનો કરવો પડ્યો. આ નિરાશા અને ગુસ્સાને યૂઝર્સે બીજી સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર જોરદાર શેર કર્યો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ડાઉન થવાના કારણો જાણવા મળ્યા નથી. 
Image result for Facebook & Instagram experience massive outage all over world

વેબસાઇટ downdetector.com પ્રમાણે, યૂએસ અને કેનેડાથી લઇને ચિલી સહિત ઇટલી સુધી યૂઝર્સ આશરે 1 કલાક સુધી આ સમસ્યાનો સામનો કર્યો. યૂઝર્સ સાઇટ્સ પર લૉગઇન અને પોસ્ટ કરી શકતા નહતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ડાઉન થવાની અસર દુનિયાના કેટલાક ભાગમાં જોવા મળ્યા. 
Image result for Facebook & Instagram experience massive outage all over world

તો બીજી બાજુ ફેસબુકના પ્રવક્તાએ યૂઝર્સના એક કલાકથી વધારે આ સમસ્યાની પુષ્ટિ કરતા કહ્યું કે , 'કેટલાક લોકો ફેસબુકથી જોડાયેલી એપને એક્સેસ કરવામાં પરેશાની કરી રહ્યા છે.' જો કે પ્રવક્તા આ સમસ્યાનું કારણ જણાવી શક્યા નથી. 
 
Image result for facebook and instagram

કેલિફોર્નિયાની દિગ્ગજ કંપની ફેસબુકના બે બિલિયનથી વધારે યૂઝર્સ છે. આ યૂઝર્સની ટ્વિટર દ્વારા ફેસબુક એક્સેસ ના થવા પર અને સીમિત ફંક્શન જ થઇ રહ્યા હોવાની ફરિયાદ બાદ કંપનીને ડાઉન થયું હોવાનું જાણવા મળ્યું. 

થોડાક સમય બાદ ફેસબુકે નેટવર્કમાં અડટણ નાંખવાના હેતુથી કોઇ પ્રકારનો સાઇબર હુમલાને નકારતાં કહ્યું કે આ સમસ્યાને જલ્દીથી જલ્દી હલ કરવા માટે કામ શરૂ કરી દીધું છે, પરંતુ અમે એ વાતની પુષ્ટિ કરી શકીએ છીએ કે આ સમસ્યા ડીડીઓએસ હુમલાથી સંબંધિત નથી. 

વેબસાઇટ downdetector.com પ્રમાણે, ઉત્તર અમેરિકા અને યૂરોપમાં ડાઉન થવાની સૌથી વધારે અસર હતી. પરંતુ બીજા કેટલાક ક્ષેત્રોમાં પણ આ સમસ્યા જોવા મળી. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ