ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / facebook gets closer to letting you type with your mind
ADVERTISEMENT
ફેસબુકે જાહેરાત કરી છે કે નવા રિસર્ચના કારણે તે હવે તેના મુનશોટ પ્રોજેકટની નજીક પહોંચી ગયું છે. આ પ્રોજેકટ હેઠળ એવા વેરેબલ્સ એટલે કે પહેરી શકાય તેવા ઓગ્મેન્ટેડ રિયાલિટી ગ્લાસીસ ધરાવતા ડિવાઇસ બનાવવા માગે છે જેનાથી લોકો સ્માર્ટફોનને અડયા વિના ઇન્ટરેકટ કરી શકે. ફેસબુકે તેની બિલ્ડીંગ 8 નામની રિસર્ચ લેબમાં 2017માં કમ્પ્યુટર બ્રેઇન ઇન્ટરફેસ પર કામ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT

ફેસબુક એવી સાઇલેન્ટ સ્પીચ સિસ્ટમ ડેવલપ કરવા માગે છે જેમાં વ્યકિત સીધા મગજના સંદેશથી એક મિનિટમાં 100 શબ્દો ટાઇપ કરી શકે. આ સ્પીડ અત્યારે કોઇ વ્યકિત મોબાઇલમાં જેટલા શબ્દો ટાઇપ કરે છે તેનાથી આ સ્પીડ પાંચ ગણી વધુ હશે. ઉલ્લેખનીય છે કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ લકવાના દર્દીઓ માટે આવી કનોલોજી આધારિત શોધ પેટન્ટ કરાવી છે.
ADVERTISEMENT

જોકે તેમાં દર્દીના મગજમાં ઇલેકટ્રોડ ઇમ્પ્લાન્ટ કરવા પડે છે.જયારે ફેસબુક સ્માર્ટવોચ જેવા માત્ર પહેરી શકાય તેવા ડિવાઇસ બનાવવા માગે છે. 2017માં આ પ્રોજેકટ અંગે એક વખત જાહેરાત કર્યા બાદ ફેસબુકે ગુપ્તતા જાળવી રાખી હતી.ફેસબુકના સંશોધકોની ટીમ માણસના મગજની એકટિવિટીને ડિકોડ કરીને તેને શબ્દોના રુપે ક્મ્પ્યુટર સક્રીન પર દર્શાવી શકે તે માટે કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓની પણ મદદ લઇ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો