સોશિયલ નેટવર્ક દિગ્ગજ ફેસબુકે એક મોટું નિવેદન આપ્યું છે. આ અંતર્ગત હવે ફેસબુકથી White Nationalism અને Separatism બેન કરી દેવામાં આવશે. આ નિર્ણય ફેસબુકે ન્યૂઝીલેન્ડ ક્રાઇસ્ટચર્ચ આતંકી હુમલા બાદ લેવામાં આવ્યો છે કે જ્યાં એક શૂટરે મસ્જિદમાં ઘૂસીને 50 લોકોની હત્યા કરી નાખી હતી.
ફેસબુકે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, "નવી પોલિસી અંતર્ગત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી શ્વેત રાષ્ટ્રવાદ (White Nationalism) અને અલગાવવાદ (Separatism)ની પ્રશંસા, સમર્થન અને પ્રતિનિધિત્વને બેન કરવામાં આવી રહેલ છે અને આ આગામી સપ્તાહથી લાગુ થશે.' ફેસબુકે કહ્યું કે એ સ્પષ્ટ છે કે આ પ્રકારનાં કોન્સેપ્ટ સંપૂર્ણ રીતે ઓર્ગનાઇઝ્ડ હેટ ગ્રુપ્સની સાથે લિંક થાય છે અને અમારી સર્વિસમાં આને માટે કોઇ જ જગ્યા નથી.
ઉલ્લેખનીય છે કે થોડાંક સમય પહેલાં જ ફેસબુકે White Supermacist કંન્ટેન્ટને બેન કરી દીધાં હતાં. જો કે, વૉઇટ નેશનલિઝ્મને બેન કરવું એ એક મોટો નિર્ણય કહેવામાં આવે છે. જો કે, ફેસબુકે પોતાનાં આ બ્લોગ પોસ્ટમાં ન્યૂઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચ આતંકી હુમલાની વાત નથી કરી.
ફેસબુકનાં અનુસાર છેલ્લાં ત્રણ મહીનામાં કંપનીએ સિવિલ સોસાયટીનાં લોકો સાથે વાતચીત કરી છે કે જે આ મામલા માટે એક્સપર્ટ છે અને તેઓએ એ કન્ફર્મ કર્યુ છે કે White Nationalism અને Separatism ને હેટ White Supermacyનાં હેટ ગ્રુપથી અલગ ના રાખી શકાય. ફેસબુકે આ પ્રકારનાં કન્ટેન્ટ બેન કરતા પહેલાં આ પ્રકારનાં ઓર્ગનાઇઝેશનનો રિવ્યૂ કરેલ છે અને આને ખતરનાક ગણાવેલ છે. ફેસબુકે કહ્યું કે, લોકો હજી પણ પોતાનાં ધર્મને લઇને ગર્વનું પ્રદર્શન કરી શકે છે, પરંતુ શ્વેત રાષ્ટ્રવાદ અને શ્વેત અલગાવવાદને માટે પ્રશંસા અથવા સમર્થન સહન નહીં કરવામાં આવે.