બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Expert Tips For Rainy season diet and Fast for Shravan Month

ખાન-પાન / ચોમાસાની સીઝનમાં અને શ્રાવણના ઉપવાસમાં શું ખાવું અને શું નહીં, જાણો એક્સપર્ટની સલાહ

Published By: Bhushita

Last Updated: 01:34 PM, 20 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. મોટાભાગે બહારનું ખાવાથી આ સમયે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને બિમારી થાય છે. તો આ સમયે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ કઈ રીતે વધારી શકાય અને તેના ઉપાયો શું છે તે અંગે આયુર્વેદિક ડોક્ટર પ્રીતિ ભટ્ટ પાસેથી મેળવીશું ખાસ માહિતી.

(With Oowomaniya)

ડો. પ્રીતિ ભટ્ટ

દરેક ઋતુ પ્રમાણે અલગ અલગ આહાર વિહાર હોય છે. વર્ષાઋતુમાં એ પ્રમાણેના વ્યંજન લેવામાં આવે તો બિમાર થવાની શક્યતા ઓછી રહે છે. આજે આપણે વાત કરીશું કે ચોમાસાની સીઝનમાં શું ખાવું અને શું ન ખાવું તે વિશે અને સાથે જ રોજિંદા જીવનમાં સ્વચ્છતાનું ધ્યાન કઈ રીતે રાખીને બિમારી ટાળી શકાય તેની ખાસ માહિતિ.

ચોમાસામાં ખાવાપીવામાં રાખો આ વાતોનું ધ્યાન

  • ચોમાસાની સીઝનમાં જઠરાગ્નિ મંદ હોય છે. જેને કારણે ભૂખ ઓછી લાગે છે. 
  • સવારમાં ફૂદીનો, તુલસી, લીલી ચા, આદુ અને લીંબુ વગેરેનો ઉપયોગ કરીને પાચનશક્તિ સારી રાખી શકીએ છીએ. તેનો ઉકાળો બનાવીને રોજ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 
  • ખોરાકમાં રોજ અજમો કે અજમાનું પાણી ઉપયોગમાં લેવું.
  • વિટામિન સીથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેથી લીંબુનું શરબત રોજ પીવું જોઈએ.
  • દાડમ, પેર, જાંબુ વગેરે પ્રકારના ફ્રૂટ્સનો વધારે ઉપયોગ કરવો જોઈએ. જાંબુ ખાવાથી લિવર સારું રહે છે અને તેના પાવડરથી ડાયાબિટિસમાં રાહત મળે છે. 
  • ચોમાસામાં પરવળ શાકનો રાજા ગણાય છે. તેને ખાવાથી ઘી ખાવા જેટલી શક્તિ મળે છે. તો પરવળનું શાક ખાવું.
  • ફ્રૂટ્સ કે શાકને ધોઈને ઉપયોગમાં લો તે જરૂરી છે. આ સિવાય શક્ય હોય તો તેને 10 મિનિટ પાણીમાં પલાળીને રાખો પછી ઉપયોગમાં લો. 

રોજિંદા જીવનમાં રાખી લો આ વાતોનું ધ્યાન

  • માખી મચ્છર ન થાય તેનું ધ્યાન રાખો
  • સ્વચ્છતાનું ધ્યાન રાખો
  • લીમડાના પાનનો ઘૂમાડો કરીને પણ મચ્છરથી રાહત મેળવી શકાય છે. 
  • માખી મચ્છર દૂર કરવા લીમડાના તેલનો દીવો કરવો.
  • કપૂર બાળીને પણ મચ્છર ભગાવી શકાય છે.
  • કપૂર ઈલાયચીની પોટલી સૂંધવાથી પણ ફેફસાંને રાહત મળે છે તો તે સૂંઘો.
  • કૂંડામાં પાણી ભરેલું ન રાખો.

શ્રાવણમાં ઉપવાસ શા માટે કરવો?

ધર્મ અને આયુર્વેદ એકમેક સાથે જોડાયેલું છે. માટે જ આ મહિનમાં ઉપવાસ કરવામાં આવે છે. પર્યુષણમાં પણ ઉપવાસ કરવામાં આવે છે. ધર્મના નામે લોકો તેને સારી રીતે કરે છે અને સ્વસ્થ રહે છે. ઋષિમુનિઓનું જ્ઞાન ક્યાંય મળતું નથી. તેઓની પાસે આર્ષદૃષ્ટિ હતી. તેના આધારે શ્રાવણમાં ઉપવાસનું ખાસ મહત્વ બતાવાયું છે. 

  • આ ઋતુમાં ઉપવાસ કરવાનું ખાસ મહત્વ છે. આ સમયે જઠરાગ્નિ મંદ રહે છે. 
  • ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે. 
  • ઓછો ખોરાક લઈએ એટલે હેલ્ધી પણ રહી શકાય છે.
  • ઉપવાસમાં ફ્રૂટ્સ વધારે પ્રમાણમાં ખાવા.
  • ઉકાળેલું પાણી પીવાનું પણ ખાસ મહત્વ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Experts Health Tips Health Rainy season try this things for good Health Tps For Diet વર્ષાઋતુમાં રાખો આ વાતોનું ધ્યાન હેલ્થ ટિપ્સ Heath Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ