ન્યૂઝ અપડેટ્સ
VTV / Politics / વિશ્વ / Epicentre of terrorism Pakistan has no right to speak on the subject of 370
ADVERTISEMENT
UNના માનવ અધિકાર સંમેલનમાં ભારતનું નિવેદન આવવામાં ૪૫ મિનીટનું મોડું થયું હતું. ભારતીય કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘએ જણાવ્યું હતું કે કાશ્મીર જડબેસલાક બંધ છે એ વાત તદ્દન ખોટી છે, ત્યાં ફક્ત કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. આ પ્રતિબંધો પ્રજાની સુરક્ષા માટે જ રાખવામાં આવ્યા છે. આવા ખોટા આરોપો પાકિસ્તાન જેવા આતંકવાદનાં એપીસેન્ટર જેવા દેશ તરફથી આવી રહ્યા છે.
ADVERTISEMENT
૩૭૦નો નિર્ણય એ અંગત બાબત: UNના માનવ અધિકાર સંમેલન જીનીવામાં સેક્રેટરી વિજય ઠાકુર સિંઘે જણાવ્યું કે ૩૭૦નો નિર્ણય અમારી સરકાર દ્વારા લેવાયો છે. આ નિર્ણય સંપૂર્ણપણે દેશની આંતરિક બાબત છે. આ નિર્ણય લાંબા ગાળે કાશ્મીરની પ્રજાનાં સામાજિક અને આર્થીક વિકાસ તથા ન્યાય માટે લેવાયો છે. આ નિર્ણયથી સરકારી યોજનાઓ જમ્મુ, કાશ્મીર અને લડાખના નાગરિકો સુધી પહોચી શકાશે જે આટલા વખતથી આ યોજનાઓ થી વંચિત રહેતા હતા. આનાથી જાતીય અસમાનતા, તરુણોના અધિકારો, શિક્ષણ, આરોગ્ય અને રોજગારની સ્થિતિમાં સુધાર આવશે.

ADVERTISEMENT
પાકિસ્તાનની આતંકવાદને પોષવાની નીતિથી અનેક દેશો ત્રસ્ત:
ભારતે જણાવ્યું કે પાકિસ્તાનની આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવાની પ્રવુત્તિને પગલે ભારતે ખુબ નુકશાન વેઠયું છે. હવે આ પ્રવૃતિઓ સામે કડક પગલા લેવાય અને આતંકવાદી સંગઠનોની પ્રવૃતિઓ સામે મૌન ન સાધીને તેમની પર પ્રતિબંધ મુકાય તેની સખત જરૂરિયાત છે. પાકિસ્તાન ચોર કોટવાલને દંડેની જેમ વાર તહેવારે નવી દિલ્હીની વિરુદ્ધમાં ખોટા આક્ષેપો મુકીને શોરબકોર કરે છે.
Images Source - Twitter
સંકળાયેલા મુદ્દાઓ