ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / VIDEO: ક્રિકેટ પછી હવે ફિલ્મોમાં ધોનીની ધમાકેદાર એન્ટ્રી! 'ધ ચેઝ'નું ટીઝર આઉટ

બોલિવૂડ / VIDEO: ક્રિકેટ પછી હવે ફિલ્મોમાં ધોનીની ધમાકેદાર એન્ટ્રી! 'ધ ચેઝ'નું ટીઝર આઉટ

Published By: Ajit Jadeja

Last Updated: 08:03 PM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood: ક્રિકેટના મેદાન પર બેટિંગ કરવા ઉતરે ત્યારે કરોડો ચાહકો તેની બેટિંગ જોવા આતુર રહેતા હતા જો કે આ લોકપ્રિય ખેલાડી હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે પરંતુ બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.

ADVERTISEMENT

MS Dhoni: બોલિવૂડ અભિનેતા આર. માધવે એક વીડિયો શેર કર્યો છે જેમાં એમએસ ધોની ગોળીઓનો વરસાદ કરતા જોવા મળે છે. આ ટીઝરથી હવે ચાહકોમાં હલચલ મચી ગઈ છે. શું મહેન્દ્રસિંહ આર. માધવન સાથે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે? આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે બોલિવૂડ અભિનેતા આર. માધવનએ એક વીડિયો શેર કર્યો છે.

વાસન બાલા દ્વારા દિગ્દર્શિત 'ધ ચેઝ' ના ટીઝરમાં એમએસ ધોની અભિનેતા માધવન સાથે જોવા મળ્યો હતો. તે ટાસ્ક ફોર્સ ઓફિસર તરીકે જોવા મળે છે. ટીઝરમાં દાવો કરવામાં આવ્યો છે કે આ એક મનોરંજક એક્શન અને રોમાંચક શો હશે. આમાં આર. માધવન અને ધોનીને બે લડવૈયાઓ તરીકે બતાવવામાં આવ્યા છે જેમાં બંને એક મિશન પર છે.

ધોનીને 'બે કૂલ હેડ' તરીકે બતાવવામાં આવ્યો છે એટલે કે એક જે પોતાના મનથી વિચારે છે. બીજી તરફ માધવનને 'રોમેન્ટિક' તરીકે બતાવવામાં આવ્યો છે એટલે કે જે પોતાના હૃદયથી વિચારે છે. ટીઝરમાં આગળ માધવન અને ધોની તેમના દુશ્મનો પર ગોળીઓ ચલાવતા જોવા મળે છે.

vtv app add

આ પણ વાંચોઃ મનોરંજન / 'જે દુનિયામાં અરાજકતા ફેલાવે છે, તેને શાંતિ પુરસ્કાર જોઈએ છે' સલમાનનો ટ્રમ્પ પર કટાક્ષ?

'ધ ચેઝ'નું ટીઝર રિલીઝ

ટીઝર શેર કરતાં આર માધવને કેપ્શનમાં લખ્યું, 'એક મિશન, બે ફાઇટર. તૈયાર થઈ જાઓ, એક જબરદસ્ત અને ધમાકેદાર ચેજ શરૂ થવાનો છે. ધ ચેઝ - ટીઝર હવે રિલીઝ.' આગળ જલદી કહીને છોડી દેવાયું. આ ટીઝર સંબંધિત કોઈ અન્ય અપડેટ આપવામાં આવ્યું નથી.

ટીઝર જોયા પછી ચાહકો મૂંઝવણમાં મુકાયા

આર માધવનનું આ ટીઝર શેર થતાંની સાથે જ વાયરલ થઈ ગયું. કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ મૂંઝવણમાં છે કે શું આ ફિલ્મ છે, વેબ સિરીઝ છે કે જાહેરાત.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MS Dhoni Entertainment Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ