બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'જે દુનિયામાં અરાજકતા ફેલાવે છે, તેને શાંતિ પુરસ્કાર જોઈએ છે' સલમાનનો ટ્રમ્પ પર કટાક્ષ?
Last Updated: 05:10 PM, 7 September 2025
Salman Khan Bigg Boss 19: સલમાન ખાન બિગ બોસ 19 હોસ્ટ કરી રહ્યો છે. શોમાં સલમાન ખાને કોન્ટેસ્ટન્ટનો ક્લાસ લીધો હતો. એપિસોડમાં તેણે સ્પર્ધકોની લડાઈ અને દલીલ પર પ્રતિક્રિયા આપી હતી અને તેમની વચ્ચેના સંબંધોને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે ફરહાનાને ઠપકો આપ્યો હતો. તે જ સમયે તેણે એક નિવેદન આપ્યું હતું જેના પછી સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી હતી કે તેણે ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કર્યો હતો.
ADVERTISEMENT
સલમાન ખાને ફરહાનાને ઠપકો આપ્યો અને કહ્યું કે તું Peace Activist છે. પણ શાંતિ જાળવી રાખવાને બદલે તું જ અશાંતિ ફેલાવી રહી છે. પીસ એક્ટિવિસ્ટ વિવાદોનું નિરાકરણ લાવે છે. તેઓ બે લોકો વચ્ચે દોસ્તી કરાવે છે.
ADVERTISEMENT
વધુમાં સલમાને કોઈનું નામ લીધા વિના કહ્યું, 'આ આખી દુનિયામાં શું થઈ રહ્યું છે? જે લોકો સૌથી વધુ મુશ્કેલી ઊભી કરી રહ્યા છે, તેમને જ શાંતિ માટે પુરસ્કાર જોઈએ છે.'
સલમાન ખાને કોઈનું નામ લીધું નથી પણ તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે સલમાને ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કર્યો છે. એક યુઝરે લખ્યું કે સલમાન ખાને એક કાંકરે બે પક્ષીઓ માર્યા છે. પહેલા તેમણે ફરહાનાને ઠપકો આપ્યો અને બીજું તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કર્યો. સલમાન સર, તમે મહાન છો.
ADVERTISEMENT
Salman Sir ne ek bahut achi baat boli Farhana ko ki tum Peace Activist ho? Aaj kal wahi log sabse jyada bullshit kar rahe hai jinko Nobel prize chahiye. 1 teer se 2 nishane. Pehli Farhana aur dusra Donald Trump😂. Salman sir tussi great ho #SalmanKhan #BiggBoss19 #BB19 #ColorsTv
— Akanksha Kapur (@AkankshaKapur4) September 6, 2025
તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી દ્વારા ઘણા આંતરરાષ્ટ્રીય વિવાદોને 'ઉકેલ' કરવાનો દાવો કર્યો છે. તેમણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદને રોકવાની પણ વાત કરી હતી જેનો ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે આ વિવાદ પાકિસ્તાનની પહેલ પર ઉકેલાયો હતો. ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકન રાષ્ટ્રપતિને નોબેલ શાંતિ પુરસ્કાર માટે લાયક માને છે.
ADVERTISEMENT
Aaj toh Salman ne Trump ki bhi leli 🤣
— RADHA SINGH (@MeenaNirbahy) September 6, 2025
"Puri duniya mein jo sabse zyada trouble faila rahe hain, unko hi peace prize chahiye" 🙃#BiggBoss19 #SalmanKhan#AbhishekBajaj #FarhanaBhatt #AshnoorKaur pic.twitter.com/VBPzmP3tuQ
વધુ વાંચો: હાઉસ પાર્ટીના વોશરુમમાં એક્ટરે યુવતી સાથે માણ્યું બળજબરીથી શરીરસુખ, હવે નપુંસકતાનો ટેસ્ટ
ADVERTISEMENT

ટ્રમ્પના વ્હાઇટ હાઉસના સલાહકાર પીટર નાવારોએ પણ ગયા મહિને કહ્યું હતું કે ટ્રમ્પને નોબેલ પુરસ્કાર આપવો જોઈએ. ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે અનેક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની હિમાયત કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.