બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / TMKOC શોને ફરી ઝટકો, વધુ એક એક્ટ્રેસ શો છોડશે! ખુદ કર્યો ખુલાસો
Last Updated: 09:13 PM, 20 August 2025
ટીવી જગતના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી દયા ભાભી બાદ શું એક વધુ સ્ટાર એક્ઝિટ લેવા જઈ રહી છે? અહીં વાત થઈ રહી છે કોમલ ભાભી એટલે કે અંબિકા રંજનકરની.
ADVERTISEMENT
ઘણા સમયથી તેઓ શોમાં દેખાઈ રહ્યા નથી અને ત્યારથી જ ચર્ચા ચાલી રહી હતી કે હવે તેમણે પણ શોને અલવિદા કહી દીધું છે. પરંતુ અંબિકાએ ખુદ આ મુદ્દે વાત કરી અને પોતાનું નિવેદન આપ્યું છે. જાણો શું કહ્યું કોમલ ભાભી ઉર્ફે અંબિકા રંજનકરએ?

ADVERTISEMENT
શું કોમલ ભાભી પણ કહેશે TMKOCને અલવિદા?
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને લગભગ 17 વર્ષ પૂરા થઈ ગયા છે. આજેય આ શો TRPમાં ટોચ પર રહે છે. આટલા વર્ષો દરમિયાન ઘણા કલાકારોએ આ શો વચ્ચે જ છોડ્યો હતો. તાજેતરમાં એવી ચર્ચા સામે આવી હતી કે કોમલ હાથીનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ અંબિકા પણ શો છોડી રહી છે. પરંતુ હવે અંબિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ બધું માત્ર અફવા છે.
ADVERTISEMENT
એક ઇન્ટરવ્યૂમાં અંબિકાએ કહ્યું કે,
“ના, મેં શો છોડ્યો નથી. હું હજુ પણ તારક મહેતાનો હિસ્સો છું. થોડા પર્સનલ કારણોસર મને થોડો સમય પોતાને માટે જોઈતો હતો, એટલા માટે થોડા દિવસો હું શોથી દૂર રહી હતી.”
ADVERTISEMENT

ફેન્સને ખૂબ ગમે છે કોમલ ભાભીનું પાત્ર
ADVERTISEMENT
અંબિકાનું આ નિવેદન સામે આવ્યું ત્યાર બાદ ‘તારક મહેતા’ શોના ફેન્સ ખુશ થઈ ગયા છે. શો શરૂ થયો ત્યારથી જ અંબિકા તેનો હિસ્સો છે. શોમાં કોમલ ભાભીનું બિન્દાસ પાત્ર ફેન્સને ખૂબ ગમે છે અને લોકો તેમની પ્રશંસા કરતા રહે છે.

ADVERTISEMENT
તારક મહેતા શોમાં નવા પરિવારની એન્ટ્રી
જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલ દિલીપ જોશી, મુનમુન દત્તા, અમિત ભટ્ટ, મન્દાર ચંદવડકર, સોનાલિકા જોશી, સુનયના ફોજદાર , સચિન શ્રોફ સહિત અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વધુ વાંચો: Video: ડિલીવરી બૉય બનીને યુવક પહોંચ્યો 'મન્નત', સિક્યોરિટીએ જે જવાબ આપ્યો, સાંભળીને ચોંકી જશો!
તાજેતરમાં જ મેકર્સે ગોકુલધામ સોસાયટીમાં નવા રાજસ્થાની પરિવાર ‘બિંજોલા’ની એન્ટ્રી કરાવી છે. જેથી દર્શકોને કંઈક નવું જોવા મળે અને આનંદ મળે. આ નવા પરિવારને લઈને પણ દર્શકો ખુશ છે અને સોશિયલ મીડિયા પર પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.