ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Video: ડિલીવરી બૉય બનીને યુવક પહોંચ્યો 'મન્નત', સિક્યોરિટીએ જે જવાબ આપ્યો, સાંભળીને ચોંકી જશો!

વાયરલ / Video: ડિલીવરી બૉય બનીને યુવક પહોંચ્યો 'મન્નત', સિક્યોરિટીએ જે જવાબ આપ્યો, સાંભળીને ચોંકી જશો!

Published By: Shilpa Parmar

Last Updated: 03:53 PM, 20 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ઈન્ફ્લુએન્સર ડિલિવરી બોય બનીને મન્નતમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ ગેટ પર ગાર્ડે કઇંક એવો જવાબ આપ્યો કે જે ફક્ત SRKનો ગાર્ડ જ આપી શકે. જાણો ગાર્ડે શું જવાબ આપ્યો?

ADVERTISEMENT

એક ઈન્ફ્લુએન્સરે ડિલિવરી બોય બનીને શાહરુખ ખાનના બંગલામાં એન્ટ્રી કરવાની કોશિશ કરી હતી. તે ઈન્ફ્લુએન્સરને SRKના ગાર્ડે એવી વાત કહી છે, જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકો કહે છે કે ગાર્ડે જે કહ્યું એ તો ખરેખર ફક્ત SRKનો ગાર્ડ જ બોલી શકે.

શક્તિશાળી લોકો કોઈ શક્તિશાળી જગ્યાથી નથી આવતા, પરંતુ તેઓ જ્યાં રહે છે એ જગ્યા જ શક્તિશાળી બની જાય છે. શાહરુખ ખાન એ એવી પર્સનાલિટી છે, જેમના માટે તેમનો સ્ટાફ પણ પોતાના પરિવાર જેટલો જ મહત્વનો છે. ઈન્ટરનેટ પર SRKના ગાર્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

શું છે વીડિયોમાં

વીડિયોમાં એક ઈન્ફ્લુએન્સર કિંગ ખાનના ઘરમાં ઘૂસવાની કોશિશ કરતો દેખાય છે. પણ ગાર્ડ પહેલા તેની આખી વાત શાંતિથી સાંભળે છે. ત્યાર બાદ એવો જવાબ આપે છે કે જેને સાંભળીને એ ઈન્ફ્લુએન્સર તો શાંત થઈ જાય છે પણ સોશિયલ મીડિયામાં લોકો ગાર્ડની વાતથી દીવાના થઈ જાય છે. ગાર્ડે પોતાના મોઢેથી બોલેલા બે શબ્દોમાં SRK પ્રત્યે લોકોનો ક્રેઝ વ્યક્ત કર્યો હતો.

શાહરુખ ખાનને મળી છે Y+ સુરક્ષા

2024ની રિપોર્ટ મુજબ સરકારએ શાહરુખ ખાનને Y+ સુરક્ષા આપી છે. એટલે તેમના ઘરમાં કોઈને પણ પરમિશન વગર ઘૂસવું અશક્ય છે. SRKની લોકપ્રિયતા જ એટલી છે કે તેમને પસંદ કરનાર દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક વાર તેમને મળવા માંગે છે. એ જ આશામાં એક ઈન્ફ્લુએન્સર ડિલિવરી બોય બનીને શાહરુખ ખાનના ઘરે પહોંચે છે.

તે માટે સૌપ્રથમ એ એક કોફી ઓર્ડર કરે છે અને પછી ડિલિવરી બોય પાસેથી તેનું બાઈક અને ઓર્ડર લઈ લે છે. પરંતુ જ્યારે તે SRKના બંગલાના ગેટ પર પહોંચે છે, ત્યારે તેને પાછળના ગેટ પર જવાનું કહેવામાં આવે છે. પાછળના ગેટ પરનો ગાર્ડ તેને અંદર જવા દેતો નથી અને કસ્ટમરને કોલ કરીને નીચે બોલાવવાનું કહે છે.

આ વાત પર ઈન્ફ્લુએન્સર કહે છે કે તેમનો કોલ લાગી રહ્યો નથી. આ સાંભળીને ગાર્ડ જવાબ આપે છે કે,

“એ શાહરુખ ખાન છે એક રિપ્લાય આપશે, તો કૉફી વાળો એની સામે નાચશે.”

વીડિયોના અંતમાં ગાર્ડે ઈન્ફ્લુએન્સરને કહ્યું કે, બહાર ઘણા લોકો ઉભા છે તેમાંથી કોઈએ ઓર્ડર કર્યો હશે અને તેમણે ઓર્ડર લેવાની ના પાડી દીધી.

વીડિયો પર આવેલી કમેન્ટ્સ

કમેન્ટ સેકશનમાં લોકો વચ્ચે ગાર્ડનો રિપ્લાય ચર્ચાનો વિષય બન્યો છે. લોકો ગાર્ડના જવાબના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – “દિમાગ તો પૂરું લગાવ્યું ભાઈએ.” બીજા યુઝરે કહ્યું – “એ એક ફોન કરશે, તો કૉફી વાળો નાચશે.” ત્રીજા યુઝરે લખ્યું, “આ જ તો SRKનો પાવર છે.” અન્ય યુઝરે કહ્યું – “ગાર્ડનો રિપ્લાય ગજબ છે ભાઈ!”

વધુ વાંચો: 'પોતાની મરજીથી જીવવા દે તો તમામ Bisexual....', સ્વરા ભાસ્કરના નિવેદનથી બબાલ

Instagram પર આ રીલ @madcap_alive નામના યુઝરે પોસ્ટ કરી છે. અત્યાર સુધી આ વીડિયોને 70 લાખથી વધુ વ્યૂઝ, 2 લાખથી વધુ લાઇક્સ અને 400થી વધુ કમેન્ટ્સ મળી ચૂક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SRK Guard Shahrukh Khan Mannat

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ