બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'પોતાની મરજીથી જીવવા દે તો તમામ Bisexual....', સ્વરા ભાસ્કરના નિવેદનથી બબાલ
Last Updated: 01:02 PM, 20 August 2025
સ્વરા ભાસ્કર અવારનવાર પોતાના નિવેદનોને કારણે ભારે ચર્ચામાં રહે છે. તેઓ ઘણીવાર સોશિયલ મીડિયામાં પોતાના મંતવ્યો રજૂ કરે છે. જોકે ઘણી વાર તેમના જ બોલેલા શબ્દોને કારણે તેઓ વિવાદમાં ફસાઈ જાય છે.
ADVERTISEMENT
આ વખતે પણ એવું જ બન્યું છે. ફરી એકવાર તેઓ ઇન્ટરનેટ પર લોકોની ટ્રોલિંગનો ભોગ બની રહ્યા છે. આ વખતે તેમણે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અંગે વાત કરી છે.જાણો શું કહ્યું સ્વરા ભાસ્કરએ?
શું છે ઘટના?
ADVERTISEMENT
સ્વરાનું સેક્સ્યુઅલિટી અને ઓળખ સંબંધિત એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે, પણ લોકોને આ વાત બિલકુલ પસંદ આવી નથી. જેના કારણે તે ભારે વિવાદનો વિષય બન્યા છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં સ્વરા ભાસ્કરએ કહ્યું કે,
“જો લોકોને પોતાની મરજી મુજબ જીવવા દેવામાં આવે તો બધા જ Bisexual હોય, પરંતુ છોકરા-છોકરીના સંબંધને એક વિચાર તરીકે આપણા પર હજારો વર્ષોથી લાદવામાં આવ્યો છે.”
ADVERTISEMENT
આટલું જ નહીં, સ્વરાએ આગળ કહ્યું
“કારણ કે માનવજાતનો વંશ માત્ર એ રીતે આગળ વધી શકે છે, એટલે તેને સામાન્ય નિયમ બનાવી દેવામાં આવ્યો.”
ADVERTISEMENT
જ્યારે સ્વરાએ આ નિવેદન આપ્યું ત્યારે તેમના પતિ ફહાદ અહમદ પણ તેમની સાથે હાજર હતા.
We all are bisexuals !!!
— Mohit Gulati (@desimojito) August 18, 2025
Yeh kaunse nashe hai bhai, matlab kuch bhi 🤷🏻♂️😂🤣🤣🤣 pic.twitter.com/eAgl5AD90w
ADVERTISEMENT
કોણ છે સ્વરાનો ક્રશ?
આ ઇન્ટરવ્યુમાં જ્યારે સ્વરાને તેમના ક્રશ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવનું નામ લીધું. પોતાના ક્રશનો ખુલાસો કર્યા પછી સ્વરાએ કહ્યું કે તેમના આ નિવેદન બાદ ચોક્કસ તેમના પતિનું રાજકીય કરિયર યુપીમાં અસરગ્રસ્ત થઈ શકે છે.
ADVERTISEMENT
સ્વરા બની ટ્રોલિંગનો વિષય
સ્વરા ભાસ્કરનું આ નિવેદન લોકોને બિલકુલ પસંદ આવ્યું નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કેટલાક લોકોએ તેમનો મજાક ઉડાવ્યો છે તો કેટલાકે તેમને કડક શબ્દોમાં ખરી ખોટી સંભળાવી છે. એક યુઝરે લખ્યું “આ લોકોનું સંપૂર્ણ બ્રેઇનવોશ થઈ ગયું છે. એમને લાગે છે કે પુરુષો જ હેટેરોસેક્સ્યુઅલ હોઈ શકે, પરંતુ સ્ત્રીઓને એ હક નથી. આ નાસમજ થઈ ગઈ છે.”
વધુ વાંચો: 'હું એક જ નહીં પણ..', દિવ્યાંગ સિંગરે શોષણની દર્દનાક આપવીતી જણાવી
બીજા એક યુઝરે લખ્યું – “આખરે આ આવું કહી જ કેમ રહી છે? અમે તો Bisexual નથી. મને તો નથી લાગતું કે હેટેરોસેક્સ્યુઅલ સંબંધ માત્ર જનરેશન વધારવા માટે જ હોય છે. શું કહી રહી છે?”
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.