ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:27 PM, 19 August 2025
ADVERTISEMENT
સ્પેનિશ-અમેરિકન ગાયિકા વિક્ટોરિયા કેનાલ જેઓ વિશ્વપ્રસિદ્ધ બેન્ડ કોલ્ડપ્લે સાથે પરફોર્મ કરી ચૂક્યાં છે, તેમણે પોતાના જીવનનો પીડાદાયક અનુભવ દુનિયા સામે મુકી સંગીત જગતને ઝંઝોળી નાખ્યું છે. વિક્ટોરિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે તેમના કારકિર્દીના શરૂઆતના સમયમાં જ એક શક્તિશાળી વ્યક્તિએ જેણે તેમને પહેલી તક આપી હતી. તેમનું શોષણ કર્યું અને મૌન રહેવા માટે દબાણ કર્યું. હું એની એકમાત્ર શિકાર નથી.,” એમ સ્પષ્ટ શબ્દોમાં તેમણે લખ્યું.
ADVERTISEMENT
વિક્ટોરિયા કેનાલ જન્મથી જ તેમના જમણા હાથનો નીચેનો ભાગ નહોતો. પરંતુ આ શારીરિક પડકારને અવરોધ ન માની તેમણે પિયાનો શીખ્યો અને પોતાની રચનામાં અનોખી ટેક્નિક વિકસાવી. તેમની જિદ્દ અને પ્રતિભાએ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી.
ADVERTISEMENT
ADVERTISEMENT
મ્યુનિકમાં જન્મેલી કેનાલે વિશ્વભરમાં બાળપણ વિતાવ્યું. તેમની પ્રતિભાએ તેમને ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રસિદ્ધિ અપાવી. નાના-નાના પરફોર્મન્સના ક્લિપ્સે માઈકલ ફ્રેન્ટી અને એમિલી કિંગ જેવા કલાકારોનું ધ્યાન ખેંચ્યું, જેમણે તેમને ટૂર પર આમંત્રિત કર્યા. આજે તેઓ અનેક પ્રખ્યાત કલાકારો સાથે મંચ શેર કરી ચૂક્યાં છે અને 2024માં યુકેનો પ્રતિષ્ઠિત આઇવર નવેલો એવોર્ડ પણ જીત્યો છે.
ADVERTISEMENT
વિક્ટોરિયાએ જણાવ્યું કે દુર્વ્યવહાર કરનાર વ્યક્તિએ તેમને સમજાવ્યું કે જો તેઓ અવાજ ઊઠાવશે તો તેમનો કારકિર્દી ખતમ થઈ જશે. લાંબા સમય સુધી આ ભયમાં જીવ્યા બાદ હવે તેઓએ સત્ય બહાર લાવ્યું છે. આ વાત કહેવી મારા માટે ઉપચારની પ્રક્રિયાનો ભાગ છે. વિક્ટોરિયાએ જણાવ્યું કે અનેક પીડિતાઓની વાર્તાઓ સાંભળ્યા બાદ બોલવું જરૂરી લાગ્યું. તેમણે કહ્યું, લોકો સત્ય જોઈ રહ્યા છે અને મને સ્વસ્થ થવામાં મદદ કરી રહ્યા છે, એ મારા માટે ખૂબ મહત્વનું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: KBC સિઝન 17માં પહેલા કરોડપતિનું ગુજરાત કનેક્શન, અમિતાભ બચ્ચને પણ કરવા પડ્યા વખાણ
વિક્ટોરિયા કેનાલે પોતાના અનુભવો દ્વારા એક સ્પષ્ટ સંદેશ આપ્યો, તમે જેમ છો તેમ પૂરતા છો. તમારો સ્વીકાર થવો જોઈએ. અવાજ ઊઠાવવા માટે ક્યારેય ડરો નહીં.
ADVERTISEMENT
આ પણ વાંચો: KBC સિઝન 17માં પહેલા કરોડપતિનું ગુજરાત કનેક્શન, અમિતાભ બચ્ચને પણ કરવા પડ્યા વખાણ
સંકળાયેલા મુદ્દાઓ