બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / Bigg Boss 19: આગામી ‘વીકેન્ડ કા વાર’માં નહીં દેખાય સલમાન ખાન, તો શોને કોણ કરશે હોસ્ટ?
Last Updated: 09:05 AM, 11 September 2025
બિગ બોસ 19ના આ ‘વીકએન્ડ કા વાર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે આ વખતે એક કન્ટેસ્ટન્ટ બહાર થવાનો છે. જો કે આ વચ્ચે એક બીજો પણ મોટો ફેરફાર થવાનો છે. આ અઠવાડિયે સલમાન ખાન શો હોસ્ટ નહીં કરે. તેમની જગ્યાએ અન્ય બે એક્ટર્સ શોને હોસ્ટ કરશે. જાણો કોણ નવું જોડાશે?
ADVERTISEMENT
શા માટે સલમાન ખાન નહીં દેખાય?
રિપોર્ટ્સ અનુસાર સલમાન પોતાની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાનના શૂટ માટે લદ્દાખમાં વ્યસ્ત છે. એટલા માટે તેઓ ‘વીકએન્ડ કા વાર’નું શૂટ નથી કરી શકતા. બીજી તરફ, અક્ષય કુમાર અને અરશદ વારસી પોતાની ફિલ્મ જોલી એલએલબી 3ના પ્રમોશન માટે શોમાં આવશે. બંને 13 અને 14 સપ્ટેમ્બરના એપિસોડમાં દેખાશે.
ADVERTISEMENT

અરશદનો હોસ્ટિંગનો અનુભવ
ADVERTISEMENT
અરશદ બિગ બોસના પહેલા સીઝનમાં હોસ્ટ રહ્યા હતા. લગભગ 18 વર્ષ બાદ તેઓ ફરી શોને હોસ્ટ કરશે, એ પણ અક્ષય કુમાર સાથે. જાણકારી મુજબ, સૌરભ શુક્લા પણ પછીથી આ જોડી સાથે જોડાઈ શકે છે. હવે જોવાનું રહેશે કે અક્ષય અને અરશદ કયા કન્ટેસ્ટન્ટને એલિમિનેટ કરશે.

ADVERTISEMENT
તાજેતરમાં જ જોલી એલએલબી 3નું ટ્રેલર રિલીઝ થયું છે જેને દર્શકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ 19 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં અક્ષય અને અરશદ એકબીજાના સામે છે, પણ શોમાં બંને સાથે મળી શું કરે છે એ જોવું રસપ્રદ રહેશે.
વધુ વાંચો : સલમાન ખાન Bigg Boss 19 હોસ્ટ નહીં કરે! હવે એક નહીં બે એક્ટરને મળી જવાબદારી
ADVERTISEMENT
સલમાનનું લદ્દાખમાં શૂટ
સલમાનની વાત કરીએ તો બેટલ ઓફ ગલવાનના ડિરેક્ટર અપુર્વ લાખિયાએ શક્ય તેટલું વહેલું લદ્દાખના એક્શન સિક્વન્સનું શૂટિંગ પૂરું કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, કારણ કે આગળના સમયમાં ત્યાં ઠંડી વધી જશે. એટલા માટે હાર્ડ સીન પહેલા પૂરા કરવાની યોજના છે. ફિલ્મની રિલીઝની વાત કરીએ તો તે આવતા વર્ષે થવાની છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.