બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / સલમાન ખાન Bigg Boss 19 હોસ્ટ નહીં કરે! હવે એક નહીં બે એક્ટરને મળી જવાબદારી
Last Updated: 09:27 PM, 10 September 2025
Salman Khan Bigg Boss 19: બિગ બોસ 19ની શરૂઆત જોરશોરથી થઈ ગઈ છે અને ઘરમાં રોજ નવા રંગ જોવા મળે છે. બિગ બોસ 19 હવે ધીમે ધીમે વધુ મજેદાર અને નાટકીય બની રહ્યો છે. હવે ચર્ચા એ પણ છે કે સલમાન ખાન વીકેંડ શો હોસ્ટ કરવાનો નથી. તેના સ્થાને નવા બે એક્ટર હોસ્ટિંગ કરી શકે છે.
ADVERTISEMENT
Salman Khan Bigg Boss 19 Update: સલમાન ખાનના શો 'બિગ બોસ' ની 19મી સીઝન ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ શોનું ત્રીજુ સપ્તાહ ચાલી રહ્યુ છે. બીગબોસની અંદર સલમાન ખાન સપ્તાહના અંતે (શનિવાર-રવિવાર) વીકએન્ડ કા વાર એપિસોડ લઇને આવતા હોય છે.

ADVERTISEMENT
આ એપિસોડની અંદર ઘરની અંદર વિતેલા અઠવાડિયામાં શું થયુ તે અંગે ઘરના મહેમાનો સાથે વાતચીત કરે છે. પરંતુ આ વખતે ચોકાવનારી જાણકારી મળી રહી છે. કહેવાય છે કે સલમાન ખાન આ અઠવાડિયાના વીકએન્ડ કા વારને હોસ્ટ કરવાના નથી.
સલમાન તેની એક ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત હોવાને કારણે બીગબોસનો આ એપિસોડ હોસ્ટ કરવાનો નથી. સલમાન તેની આગામી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આને કારણોસર સલમાન આ અઠવાડિયાના વીકએન્ડ કા વારને હોસ્ટ કરશે નહીં. પરંતુ દર્શકો જે જોવા ઉતાવળા થયા છે કે વીકએન્ડ કા વારમાં સલમાન ખાન નહી હોય તો પછી આ એપીસોડમાં કોણ આવી શકે છે. સૂત્રનું માનીએ તો અરશદ વારસી અને અક્ષયકુમાર તેમની ફિલ્મના પ્રમોશન સાથે સલમાનની જગ્યાએ 'વીકએન્ડ કા વાર' ને હોસ્ટ કરશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મનોરંજન / '1900 કરોડ તો આપ્યા, બીજું શું જોઈએ છે?' સંજયની બીજી પત્નીનો કરિશ્માના બાળકોને સવાલ
ADVERTISEMENT
ફિલ્મ પ્રમોશન તેમજ હોસ્ટિંગ
અક્ષય કુમાર અને અરશદ વારસી આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'જોલી એલએલબી 3' ને લઈને ભારે ચર્ચામાં છે. આ ફિલ્મ 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. બંને 'જોલી એલએલબી 3' ના પ્રમોશન માટે 'બિગ બોસ 19' માં જોવા મળી શકે છે. સલમાન ખાને ગયા 'વીકએન્ડ કા વાર' માં અક્ષય કુમાર અને અરશદ વારસી વિશે સંકેત આપ્યો હતો. જોકે એવું લાગતું હતું કે તેઓ ફક્ત ફિલ્મ પ્રમોશન માટે જ આવવાના હતા. એ ખબર નહોતી કે બંને શો પણ હોસ્ટ કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.