ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / '1900 કરોડ તો આપ્યા, બીજું શું જોઈએ છે?' સંજયની બીજી પત્નીનો કરિશ્માના બાળકોને સવાલ
Last Updated: 06:10 PM, 10 September 2025
ADVERTISEMENT
Sunjay Kapur Assets Row: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના નિધનને થોડો સમય થયો છે એટલામાં હવે તેમની મિલકત પર વિવાદ શરૂ થયો છે. આ વિવાદ કરિશ્મા કપૂરના બાળકો અને સંજય કપૂરની બીજી પત્ની પ્રિયા વચ્ચે છે. કરિશ્માના બાળકોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે પ્રિયાએ નકલી વસિયત બનાવી હતી. હવે પ્રિયા સચદેવ કપૂરે આ આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે.
ADVERTISEMENT
ઉદ્યોગપતિ સંજય કપૂરનું 12 જૂને લંડનમાં અવસાન થયું. તેમની 30 હજાર કરોડ રૂપિયાની મિલકત પર વિવાદ શરૂ થયો છે. કરિશ્મા કપૂરના બાળકો મિલકતમાં પોતાનો હિસ્સો માંગી રહ્યા છે અને આ સંદર્ભમાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. સંજય કપૂરનું કથિત વસિયતનામું પણ સામે આવ્યું છે, જેના પર કરિશ્મા કપૂરના બાળકોએ પ્રશ્નો ઉભા કર્યા છે.

ADVERTISEMENT
આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે અને તેના પર આગામી સુનાવણી 9 ઓક્ટોબરે છે. દરમિયાન કોર્ટે સંજય કપૂરની બીજી પત્ની પ્રિયા કપૂર પાસેથી મિલકત અંગેની વિગતો માંગી છે. પ્રિયાએ દલીલ કરી છે અને કરિશ્મા કપૂરના બાળકો પર પણ સવાલ ઉઠાવ્યા છે કે, 'તમે પહેલાથી 1900 કરોડ રૂપિયા લઈ લીધા છે, તમને બીજું શું જોઈએ છે'?
'કરિશ્માના બાળકોને પહેલાથી જ 1,900 કરોડ રૂપિયા મળી ગયા છે'
ADVERTISEMENT
સમાચાર એજન્સી અનુસાર દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરના પત્ની પ્રિયા કપૂરે બુધવારે દિલ્હી હાઇકોર્ટને જાણ કરી હતી કે તેમની ભૂતપૂર્વ પત્ની કરિશ્મા કપૂરના બંને બાળકોને ફેમિલી ટ્રસ્ટ તરફથી 1,900 કરોડ રૂપિયા મળી ગયા છે. પ્રિયાએ પૂછ્યું કે 'તેમને બીજુ શું જુએ છે'? જ્યારે સામે પક્ષે સંજય કપૂરના વસિયતનામાની સત્યતા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ADVERTISEMENT
શું વસિયતનામાની નોંધણી થઈ હતી?
પ્રિયા કપૂરના વકીલે આ દાવાઓનો વિરોધ કર્યો અને જ્યોતિ સિંહ સમક્ષ દલીલ કરી. વકીલે કહ્યું, 'એવું નથી કે લોકોને રસ્તા પર છોડી દેવામાં આવ્યા છે'. વકીલે વધુમાં કહ્યું કે વસિયતનામાની નોંધણી થઈ ન હતી, પરંતુ તે 'અમાન્ય' પણ નહોતી. તમને જણાવી દઈએ કે વકીલે આ દલીલો ન્યાયાધીશના પ્રશ્નના જવાબમાં આપી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું કથિત વસિયતનામાની નોંધણી થઈ હતી?
ADVERTISEMENT
પ્રિયાએ કરિશ્માને પૂછ્યું
પ્રિયાના વકીલે સંજય કપૂર સાથે કરિશ્માના છૂટાછેડાના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. વકીલે કહ્યું, 'એક પછી એક મુકદ્દમા ચાલતો રહ્યો અને અંતે સુપ્રીમ કોર્ટમાં છૂટાછેડાની કડવી પ્રક્રિયાનો અંત આવ્યો. કૃપા કરીને મૃતકની આત્મા પ્રત્યે સહાનુભૂતિ રાખો. "મારે (પ્રિયા) ને 6 વર્ષનું બાળક છે. હું વિધવા છું. હું તેની છેલ્લી પત્ની છું. છેલ્લા 15 વર્ષથી તમે (કરિશ્મા) ક્યાંય નજર નથી આવ્યા. એવું નથી કે આ લોકોને રસ્તા પર છોડી દેવામાં આવ્યા છે'.
ADVERTISEMENT

સંજય કપૂરની માતાએ પણ વસિયતનામા પર સવાલ ઉઠાવ્યા
આ દરમિયાન સંજયની માતા રાની કપૂરે પણ વસિયતનામા પર સવાલ ઉઠાવ્યા. રાનીના વકીલે કહ્યું, 'આજે મારી પાસે કંઈ નથી. મેં વસિયતનામા વિશે પૂછતા ઓછામાં ઓછા 15 ઈમેલ લખ્યા છે. દસ્તાવેજો શું છે? એક પણ શબ્દ શેર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ બોલિવૂડ / 'Jolly LLB 3'નું ટ્રેલર રિલીઝ, અક્ષય-અરશદ વારસીની કૉમેડી વચ્ચે જોવા મળી જોરદાર સરપ્રાઇઝ
આગામી સુનાવણી 9 ઓક્ટોબરે થશે
તમને જણાવી દઈએ કે હાઇકોર્ટે કરિશ્માના બાળકો - પુત્રી સમાયરા કપૂર અને સગીર પુત્ર કિયાન દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતાના કથિત વસિયતનામાને પડકારતી ફરિયાદ નોંધી લીધી છે. કોર્ટે પ્રિયાને નોટિસ જારી કરી છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 9 ઓક્ટોબરે થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT