ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Jolly LLB 3'નું ટ્રેલર રિલીઝ, અક્ષય-અરશદ વારસીની કૉમેડી વચ્ચે જોવા મળી જોરદાર સરપ્રાઇઝ

બોલિવૂડ / 'Jolly LLB 3'નું ટ્રેલર રિલીઝ, અક્ષય-અરશદ વારસીની કૉમેડી વચ્ચે જોવા મળી જોરદાર સરપ્રાઇઝ

Last Updated: 04:01 PM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ 'જોલી એલએલબી 3' નું ટ્રેલર રિલીઝ થયું છે,.ટ્રેલર બાદ ફેન્સ ખુબ એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય અને અરશદ બંને જોલી તરીકે જોવા મળશે.

ADVERTISEMENT

અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ 'જોલી LLB 3' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમારે તેને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે, જેને લઇ ફેન્સ એક્સાઈટેડ થઈ ગયા છે. આ ફિલ્મમાં અક્ષય અને અરશદ બંને જોલી તરીકે જોવા મળે છે. આ વખતે ફિલ્મની સ્ટોરી ગંભીર અને સંવેદનશીલ વિષય ઉઠાવતી લાગે છે,

  • 'જોલી એલએલબી 3' નું ટ્રેલર રિલીઝ

આ ટ્રેલર એક ગંભીર અને ભાવનાત્મક સંવાદથી શરૂ થાય છે, "જે મારા દાદાને તેમના પરદાદા પાસેથી વારસામાં મળ્યું હતું અને મને મારા પિતા પાસેથી વારસામાં મળ્યું હતું, તે હું મારા પુત્રને સોંપવા માંગતો હતો." આ વોઇસઓવર સાથે રમખાણો, પોલીસનો લાઠીચાર્જ અને સામાજિક ઉથલપાથલના સીન દેખાય છે.

  • અક્ષય કુમારની એન્ટ્રી
    ત્યાર બાદ અક્ષય કુમાર એન્ટર થાય છે  જે સ્કૂટર ચલાવતો જોવા મળે છે. પૈસાના બદલામાં તે તેના આસીસ્ટંટને કહે છે, "જો કોઈ તમને જોલી કહે, તો તેને મારી પાસે લઈ આવવું." અક્ષય કુમાર સાથે હુમા કુરેશી પણ જોવા મળે છે, જેની દારૂ પીવાની આદત અક્ષયને ગમતી નથી.


  • અરશદ VS અક્ષય
    અરશદ વારસી ફરી એકવાર એક વકીલની ભૂમિકામાં જોવા મળશે, જે પોતાને ખૂબ જ વ્યસ્ત બતાવે છે, પરંતુ વાસ્તવમાં તેની પાસે કોઈ કામ નથી હોતું. ટ્રેલરમાં, અક્ષય અને અરશદ એક જ ક્લાયન્ટ માટે લડતા જોવા મળે છે. અરશદ અક્ષયને 'ક્લાયન્ટ ચોર' પણ કહે છે, ત્યાર બાદ બંને વચ્ચે ઝઘડો પણ થાય છે.
  • 'જોલી એલએલબી 3' ની સ્ટોરી

આ સીન દર્શકોને ફિલ્મના પહેલા ભાગની યાદ અપાવે છે. ફિલ્મની સ્ટોરીમાં જમીન વિવાદનું ચિત્રણ કરવામાં આવ્યું છે. અહિયાં ખૈતાન સાહેબ જેનો રોલ  ગજરાજ રાવ નિભાવી રહ્યા છે તે એક પ્રભાવશાળી ભૂમિકામાં જોવા મળે છે.

વધુ વાંચો:'હું તારા અશ્લીલ ફોટા સોશિયલ મીડિયા પર લીક કરી દઈશ...' જાણીતી એક્ટ્રેસને મળી ધમકી

  • ફિલ્મનું સરપ્રાઈઝ
    ટ્રેલરમાં અમૃતા રાવની ઝલકને સરપ્રાઈઝ તરીકે જોવામાં આવી રહી છે.આ  ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે 'જોલી એલએલબી 3' કોમેડીની સાથે સામાજિક મુદ્દાઓ પર ગંભીરતાથી પ્રશ્નો ઉભા કરશે. 'આ ફિલ્મ આગામી 19 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jolly LLB 3 Trailer Akshay Kumar Arshad Warsi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ