ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / આખરે 'ગોપી વહુ'એ પ્રભુતામાં પગલાં પાડ્યાં, 39ની ઉંમરે બનલી અસલી વહુ, જુઓ Photos

મનોરંજન / આખરે 'ગોપી વહુ'એ પ્રભુતામાં પગલાં પાડ્યાં, 39ની ઉંમરે બનલી અસલી વહુ, જુઓ Photos

Published By: Shilpa Parmar

Last Updated: 05:33 PM, 21 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી જગતની સંસ્કારી વહુ કહેવાતી એવી 'સાથ નિભાના સાથીયા'ની ગોપી વહુએ રિયલ લાઈફમાં પણ વહુ બનવા તરફ પગલાં માંડી દીધા છે. જાણો કોની સાથે જોડાયું ગોપી વહુનું જીવન?

ADVERTISEMENT

ટીવીની લોકપ્રિય અભિનેત્રી ગોપી વહુ ઉર્ફે જિયા માણેકે તેમના ચાહકોને એક મોટી ખુશખબર આપી છે. સ્ટાર પ્લસના લોકપ્રિય શો સાથ નિભાના સાથિયામાં ગોપી વહુનું પાત્ર ભજવનારી જિયા હવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગઈ છે.

જિયાએ ટીવી એક્ટર વરુણ જૈન સાથે લગ્ન કર્યા છે. આ વાતની માહિતી જિયાએ પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરી છે. જિયાએ હરખ સાથે લગ્નની તસ્વીર પણ જાહેર કરી છે.

ગોપી વહુના લગ્ન

39 વર્ષની ઉંમરે જિયાએ જીવનનો નવો પ્રારંભ કર્યો છે. ચાહકો તેમની ફેવરિટ ગોપી વહુને લગ્નની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જિયા અને વરુણે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને એક સુંદર કૅપ્શન પણ લખ્યું છે,

“ઈશ્વર અને ગુરુની કૃપા સાથે તથા તમામનો પ્રેમ મેળવી, અમે આ સદાય માટેના મિલનમાં પગલું ભર્યું છે. હાથમાં હાથ, દિલથી દિલ. અમે પહેલા બે મિત્રો હતા, આજે અમે પતિ-પત્ની બની ગયા છીએ.”

તેમની પોસ્ટમાં આગળ લખ્યું છે,

“અમારા તમામ પ્રિયજનોના પ્રેમ, આશીર્વાદ અને શુભકામનાઓ માટે અમે ખૂબ આભારી છીએ, જેમણે આ દિવસને અતિ વિશેષ બનાવી દીધો છે. શ્રીમાન અને શ્રીમતી તરીકે હાસ્ય, યાદો અને એકતાથી ભરેલા જીવનની શરૂઆત.”

શેર કરેલી પોસ્ટમાં જિયા સોનેરી રંગની સાડીમાં દુલ્હન તરીકે સજેલી નજરે પડે છે. વાળમાં ગજરો, હાથમાં લાલ બંગડી અને ચહેરા પર સ્મિત સાથે જિયાએ પોતાનો ટ્રેડિશનલ લુક પૂરો કર્યો છે.

જિયાનો દુલ્હન લુક

જિયાનો આ દુલ્હન લુક બિલકુલ દક્ષિણ ભારતીય દુલ્હન જેવો લાગી રહ્યો છે. મેચિંગ જ્વેલરી સાથે જિયાનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. જ્યારે વરુણ પણ મેચિંગ કુર્તા-પાયજામામાં દેખાઈ રહ્યો છે. તસવીરમાં વરુણ જિયાને બાહોમાં લઈને પોઝ આપી રહેલો જોવા મળે છે. ફોટોઝમાં જ બંને વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ દેખાય રહ્યો છે.

વધુ વાંચો: આ નેતાને ઈશ્કબાજી ઉપડી, અશ્લિલ મેસેજ મોકલીને એક્ટ્રેસને હોટલ બોલાવી, પણ મજામાં સલવાણા!

જિયા અને વરુણ લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. પહેલાં બંને સારા મિત્રો હતા અને પછી આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gopi Wahu Gia Manek Wedding Varun Jain

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ