ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / આ નેતાને ઈશ્કબાજી ઉપડી, અશ્લિલ મેસેજ મોકલીને એક્ટ્રેસને હોટલ બોલાવી, પણ મજામાં સલવાણા!

મનોરંજન / આ નેતાને ઈશ્કબાજી ઉપડી, અશ્લિલ મેસેજ મોકલીને એક્ટ્રેસને હોટલ બોલાવી, પણ મજામાં સલવાણા!

Published By: Hiralal Parmar

Last Updated: 12:53 PM, 21 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એક્ટ્રેસ યુવા નેતા પર ગંભીર આરોપ લગાવતાં રાજનીતિ અને મનોરંજન જગતમાં હડકંપ મચ્યો છે.

ADVERTISEMENT

નેતાજીનું દિલ એક્ટ્રેસ પર આવી ગયું, પછી ઈશ્કબાજી ઉપડતાં તેમણે એક્ટ્રેસને અશ્લીલ મેસેજ મોકલીને હોટલમાં મળવા બોલાવી, પરંતુ એક્ટ્રેસ પણ ખરી નીકળી, હોટલ જવાને બદલે નેતાજીની પોલ ખોલી નાખી અને તેમની મનની મનમાં રહી ગઈ.

કોણ છે એક્ટ્રેસ અને શું આરોપ લગાવ્યાં?

અભિનેત્રી રિની જ્યોર્જે કેરળના એક યુવા નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. અભિનેત્રીનો આરોપ છે કે યુવા નેતાએ તેમને અશ્લીલ અને વાંધાજનક સંદેશા મોકલ્યા હતા. તેમણે આ ઘટના અંગે પાર્ટી નેતૃત્વને ફરિયાદ કરી હતી પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અભિનેત્રી રિની જ્યોર્જે બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે તે સોશિયલ મીડિયા દ્વારા કેરળના એક રાજકીય પક્ષના યુવા નેતાના સંપર્કમાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તે નેતાએ ત્રણ વર્ષ પહેલા પહેલીવાર તેમને અશ્લીલ અને વાંધાજનક સંદેશા મોકલ્યા હતા. ભાજપે પણ આ ઘટનાનો વિરોધ કર્યો હતો.

એક્ટ્રેસ ઈશ્કમિજાજી નેતાનું નામ આપવાનો કર્યો ઈન્કાર

અભિનેત્રીનો આરોપ છે કે નેતાએ તેમને ફાઇવ સ્ટાર હોટલના રૂમમાં મળવાની ઓફર કરી હતી. જોકે, તેમણે જાહેરમાં નેતાનું નામ અને તેઓ કયા પક્ષ સાથે જોડાયેલા છે તે જાહેર કર્યું નથી. પરંતુ અભિનેત્રી કહે છે કે પાર્ટીમાં ફરિયાદ કર્યા પછી પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, અને આ પછી પણ તેમને પાર્ટીમાં ઘણા મહત્વપૂર્ણ પદો આપવામાં આવ્યા હતા. આ ઘટના પછી, પાર્ટી અને તેના અધિકારીઓ વિરુદ્ધ તેમના મનમાં જે છબી હતી તે સંપૂર્ણપણે બગડી ગઈ.

બીજી મહિલાઓ પણ નેતાના ઉત્પીડનનો સામનો કર્યો

રિનીએ કહ્યું કે તેના પર કોઈ પણ રીતે હુમલો થયો નથી પરંતુ તેને વાંધાજનક સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેને મિત્રો પાસેથી જાણવા મળ્યું છે કે બીજી ઘણી મહિલાઓએ પણ ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે.

વધુ વાંચો : VIDEO : જવાન છોકરીના વસ્ત્રો પર અશ્લીલ શબ્દો-ચિત્રો કોતર્યાં, માતાએ ઉતાર્યો હોરર વીડિયો, અર્થનો અનર્થ!

કોંગ્રેસ નેતા હોવાનો શક

ભાજપે અભિનેત્રીના આરોપોને કોંગ્રેસના નેતા અને પલક્કડના ધારાસભ્ય રાહુલ માનકુટાથિલ સાથે જોડી રહી છે. જોકે, અભિનેત્રીએ તેમનું નામ લીધું નથી. ભાજપે આ ઘટનાના વિરોધમાં ધારાસભ્યના પલક્કડ કાર્યાલય સુધી વિરોધ કૂચ કાઢી હતી અને રાહુલ માનકુટાથિલના રાજીનામાની માંગણી કરી હતી. જોકે, પોલીસે આ કૂચ અટકાવી દીધી હતી. જેના કારણે પોલીસ અને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

actress rini ann george bollywood news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ