ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / જૂનો ટપ્પુ 8 વર્ષ પછી 'તારક મહેતા...' શોમાં પરત ફરશે? મેકર્સે જણાવી સચ્ચાઈ
Last Updated: 07:14 PM, 12 November 2025
ADVERTISEMENT
ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષો પછી ફરી ચર્ચામાં છે, કારણ કે ચાહકો વચ્ચે અફવા ચાલી રહી હતી કે જૂના ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી 8 વર્ષ બાદ શોમાં વાપસી કરવા જઈ રહ્યા છે. પરંતુ હવે શોના નિર્માતા અસિત કુમાર મોદી એ આ સમાચાર પર પોતાનો સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો છે અને સત્ય સામે લાવ્યું છે.
ADVERTISEMENT

ભવ્ય ગાંધીએ 2008માં શો શરૂ થતાં જ ટપ્પુના પાત્રથી લોકપ્રિયતા મેળવી હતી. બાળ કલાકાર તરીકે શરુઆત કરનાર ભવ્યે દર્શકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી હતી. પરંતુ વર્ષ 2017માં તેમણે શોને અલવિદા કહી દીધી હતી. ત્યારબાદ ભવ્યે પોતાના અભ્યાસ અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેમની હાજરી બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા જોરદાર બની ગઈ કે ભવ્ય હવે ફરી ટપ્પુ બનીને શોમાં આવશે.
ADVERTISEMENT

પરંતુ, શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ આ ચર્ચાઓને બેઆધાર ગણાવી છે. તેમણે જણાવ્યું કે, આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. હાલમાં જે ટપ્પુ શોમાં છે તે દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો તેની સાથે જોડાઈ રહ્યા છે અને શો પણ ખૂબ સારું પરફોર્મ કરી રહ્યો છે. અસિત મોદીનું કહેવું છે કે શો હજુ પણ ટીઆરપી ચાર્ટમાં ટોપ 5માં સ્થાન ધરાવે છે, અને આવા અફવાઓ ફક્ત પોર્ટલ્સને વ્યૂઝ મેળવવા માટે ફેલાય છે.
ADVERTISEMENT
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 18 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શો આજેય એટલો જ લોકપ્રિય છે જેટલો તે શરૂઆતના સમયમાં હતો. અનેક કલાકારોએ શોમાંથી વિદાય લીધી છે, જેમ કે દયા બેન એટલે કે દિશા વકાણી, જે ઘણા વર્ષોથી ગેરહાજર છે. છતાં પણ તેમની જગ્યા કોઈએ લીધી નથી, જે બતાવે છે કે ફેન્સ માટે જૂના પાત્રોનું સ્થાન કેટલું ખાસ છે. ભવ્ય ગાંધીનું નામ છેલ્લા સમયમાં મુનમુન દત્તા (બબીતા જી) સાથે જોડાયું હતું. બંનેની ગુપ્ત સગાઈની અફવા ફેલાઈ હતી, પરંતુ બાદમાં બંનેએ આ વાતને નકારી દીધી હતી. ભવ્યે સ્પષ્ટ કર્યું કે આ બધી ખોટી અફવા છે અને બંને ફક્ત સહકલાકાર છે.
આ પણ વાંચો : ચાહકોની ચિંતા ટળી! ધર્મેન્દ્રને હોસ્પિટલમાં રજા મળી, ઘેર લઈ જવાનો પરિવારનો નિર્ણય
ADVERTISEMENT
હાલમાં શોમાં નિતીશ ભલૂની ટપ્પુનો રોલ ભજવી રહ્યા છે, જેમણે રાજ આનંદકટને રીપ્લેસ કર્યા છે. રાજે ભવ્ય બાદ ટપ્પુનો રોલ સંભાળ્યો હતો, પણ થોડાં વર્ષો પછી તેમણે પણ શોને અલવિદા કહી દીધો. ભવ્ય ગાંધીના ચાહકો માટે આ સ્પષ્ટતા મહત્વની છે કારણ કે તેઓ લાંબા સમયથી તેમની વાપસીની આશા રાખી રહ્યા હતા. પરંતુ હાલના સમયમાં શો નવા ટપ્પુ સાથે આગળ વધી રહ્યો છે અને ફેન્સ તેને પણ ઉત્સાહપૂર્વક સ્વીકારી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT