બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ચાહકોની ચિંતા ટળી! ધર્મેન્દ્રને હોસ્પિટલમાં રજા મળી, ઘેર લઈ જવાનો પરિવારનો નિર્ણય

મનોરંજન / ચાહકોની ચિંતા ટળી! ધર્મેન્દ્રને હોસ્પિટલમાં રજા મળી, ઘેર લઈ જવાનો પરિવારનો નિર્ણય

Published By: Priykant Shrimali

Last Updated: 08:51 AM, 12 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dharmendra Health Update : ધર્મેન્દ્રના પુત્ર અને જાણીતા અભિનેતા બોબી દેઓલ ડિસ્ચાર્જ પહેલાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પિતાને ઘરે લઈ ગયા

Dharmendra Health Update : બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના ચાહકો માટે રાહતની ખબર મળી છે. આજે બુધવાર, 12 નવેમ્બર, 2025ની સવારે 7:30 વાગ્યે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ તબિયત નાસાજ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. પરિવારે નિર્ણય લીધો છે કે, હવે તેમની આગળની સારવાર ઘર પર જ ચાલુ રાખવામાં આવશે. ધર્મેન્દ્રને સવારે સંપૂર્ણપણે બંધ એમ્બ્યુલન્સ મારફતે સુરક્ષિત રીતે તેમના નિવાસસ્થાને લઈ જવાયા હતા.

બોબી દેઓલની ઉપસ્થિતિ

ધર્મેન્દ્રના પુત્ર અને જાણીતા અભિનેતા બોબી દેઓલ ડિસ્ચાર્જ પહેલાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પિતાને ઘરે લઈ ગયા. બોબી દેઓલને બુધવારે સવારે હોસ્પિટલમાંથી બહાર નીકળતા પણ જોઈ શકાયા હતા.

પરિવારની ચિંતા અને ચાહકોની પ્રાર્થનાઓ

ગયા કેટલાક દિવસોથી ધર્મેન્દ્રની તબિયત નબળી રહેતા તેમના પરિવારજનો સતત હોસ્પિટલની મુલાકાત લેતા રહ્યા હતા. ખાસ કરીને સોમવારે, તેમની તબિયત વધુ ખરાબ થતાં એશા દેઓલ, હેમા માલિની, તેમજ સની દેઓલના બાળકો અને બોબીની પત્ની પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ચાહકો અને ઈન્ડસ્ટ્રીના સહકર્મીઓ તરફથી ધર્મેન્દ્રના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થનાઓનો વરસાદ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : એક્ટર ગોવિંદાની તબિયત બગડી, બેભાન થઈને ઢળી પડતાં હોસ્પિટલમાં દાખલ

હાલની સ્થિતિ

સુત્રોના જણાવ્યા મુજબ ધર્મેન્દ્રની હાલની તબિયત સ્થિર છે અને તેઓ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. પરિવારના સભ્યો તેમના ચેકઅપ અને દવાઓ પર સતત નજર રાખી રહ્યા છે. બોલીવુડના હી-મેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર આજે પણ કરોડો ચાહકોના દિલમાં રાજ કરે છે. તેમના સ્વસ્થ થવાના સમાચારથી ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Breach Candy Hospital Mumbai Dharmendra

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ