ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મુંબઈ / Bollywood / બોલિવૂડ / સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક એવું બન્યું કે મચી ગઈ નાસભાગ, જાણીને હેરાન થશો

મુંબઇ / સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક એવું બન્યું કે મચી ગઈ નાસભાગ, જાણીને હેરાન થશો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:39 PM, 19 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan: મુંબઇમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક એક સાપ બિલ્ડીંગ નીચે દેખાતા ફફડાટ પ્રસરી ગયો હતો.

ADVERTISEMENT

Salman Khan: મુંબઇમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક એક સાપ બિલ્ડીંગ નીચે દેખાતા ફફડાટ પ્રસરી ગયો હતો. સાપ પકડનારા અને પોલીસને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.

મુંબઈના બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 18મી મેના દિવસે અચાનક એક સાપ બિલ્ડીંગ નીચે દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સાપ દેખાતા સુરક્ષા ગાર્ડ્સ એલર્ટ થઇ ગયા હતા. અને નિષ્ણાત સાપ પકડનારને વિલંબ કર્યા વિના બોલાવવામાં આવ્યા હતા. થોડીવારમાં મુંબઈ પોલીસ પહોંચી ગઈ હતી. પકડાયેલો સાપ ધામણ તરીકે ઓળખાયો હતો, જેને સામાન્ય ભાષામાં ઇન્ડિયન રેટ સ્નેક કહેવામાં આવે છે. આ જાતનો સાપ સામાન્ય રીતે બિનઝેરી માનવામાં આવે છે.

બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી

સાપ પકડનારએ કાળજીપૂર્વક સાપનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત રીતે કાબુમા લીધો હતો. પોલીસે વિસ્તાર પર ખાસ નિયંત્રણ જાળવી રાખ્યું. સદનસીબે સાપ ઝેરી ન હતો અને કોઈને નુકસાન થયું ન હતું. આ ઘટના બાંદ્રા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ડાયરીમાં નોંધવામાં આવી છે, અને વન વિભાગના કંટ્રોલ રૂમને પણ જાણ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગેલેક્સી એપાર્ટમેન્ટના કાર પાર્કિંગ વિસ્તારમાં આવેલા શટર નજીક આ સાપ જોવા મળ્યો હતો. સલમાન ખાન પોતાના પરિવાર સાથે આ જ એપાર્ટમેન્ટમાં રહે છે. સાપ દેખાતા જ ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો.

VTV DIGITAL

આ પણ વાંચોઃ મુંબઈ / મુંબઈ-અમદાવાદ હાઈવે પર ટેમ્પો-કન્ટેનર વચ્ચે ભયાનક અકસ્માત, 11થી વધુ લોકોના મોત

ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફરજ પર રહેલા પોલીસ કોન્સ્ટેબલ મનોજ કટ્ટેએ આ ઘટનાની જાણ સ્થાનિક સ્નેક રેસ્ક્યુર વિકી દુબેને કરી હતી. માહિતી મળતા જ વિકી દુબે તરત જ સ્થળ પર પહોંચ્યો અને પાર્કિંગ વિસ્તારમાં સાપની શોધ શરૂ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

salman khan Galaxy Apartment MUMBAI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ