ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:52 PM, 18 May 2026
ADVERTISEMENT
મુંબઈ-અમદાવાદ હાઈવે પર સાંજના સુમારે મોટી દુર્ઘટના બનવા પામી હતી. જેમાં મહારાષ્ટ્રના પાલઘર પાસે સ્પીડમાં આવી રહેલ ટેમ્પો અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 11 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ટેમ્પોના પતરા પણ તૂટી જવા પામ્યા હતા.
ADVERTISEMENT
Death toll in tempo-container truck collision in Palghar district rises to 11: Police
— Press Trust of India (@PTI_News) May 18, 2026
બચાવ કામગીરી
ADVERTISEMENT
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાલઘર જિલ્લાના મુંબઈ–અમદાવાદ હાઈવે પર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે ભયંકર ટક્કર સર્જાતા ગંભીર અકસ્માત બન્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે અફરાતફરી અને ચીસાચીસનો માહોલ ફેલાઈ ગયો હતો. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક લોકો તેમજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી.
ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. તબીબી સૂત્રો મુજબ મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. બીજી તરફ, પોલીસએ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે અને વિવિધ પાસાઓની છાનબિન કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ PM મોદીને મળ્યું નોર્વેનું સર્વોચ્ચ સન્માન, દુનિયામાંથી મળનારો 32મો એવોર્ડ
અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત
ADVERTISEMENT
વહીવટીતંત્રે અકસ્માતની તપાસ શરૂ કરી છે અને મૃતકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, ટ્રકમાં 100થી વધુ લગ્નના મહેમાનો સવાર હતા, જે લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. અત્યાર સુધીમાં અકસ્માતમાં 11 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે. મૃતકોની સંખ્યા હજુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT