ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PM મોદીને મળ્યું નોર્વેનું સર્વોચ્ચ સન્માન, દુનિયામાંથી મળનારો 32મો એવોર્ડ

નેશનલ / PM મોદીને મળ્યું નોર્વેનું સર્વોચ્ચ સન્માન, દુનિયામાંથી મળનારો 32મો એવોર્ડ

Published By: Pravin Joshi

Last Updated: 07:30 PM, 18 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજ ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેવા માટે નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચ્યા છે. ઓસ્લો પહોંચતાની સાથે જ નોર્વે સરકાર દ્વારા પીએમ મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ'થી સન્માનિત કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે વૈશ્વિક મંચ પર વધુ એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક સિદ્ધિ જોડાઈ ગઈ છે. પોતાના પાંચ દેશોના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસના ભાગરૂપે સોમવારે નોર્વે પહોંચેલા પીએમ મોદીનું ત્યાંની સરકારે અદભુત સ્વાગત કર્યું હતું. વૈશ્વિક શાંતિ, પ્રગતિ અને ભારત-નોર્વે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને અસાધારણ ઊંચાઈ પર લઈ જવા બદલ નોર્વેએ વડાપ્રધાન મોદીને પોતાના દેશના સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ' થી નવાજ્યા છે. આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળવાની સાથે જ પીએમ મોદીને અત્યાર સુધીમાં જુદા જુદા વિદેશી દેશો અને સંસ્થાઓ તરફથી મળેલા મોટા વૈશ્વિક સન્માનોની કુલ સંખ્યા 32 પર પહોંચી ગઈ છે.

ગ્રાન્ડ ક્રોસ: નોર્વેનું સર્વોચ્ચ અને દુર્લભ સન્માન

નોર્વેની સરકારે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ‘ગ્રાન્ડ ક્રોસ’ એ રોયલ ઓર્ડર ઓફ મેરિટનું સૌથી સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત પદ છે, જે વિશ્વના માત્ર એવા ખાસ નુભાવિઓને જ આપવામાં આવે છે જેમણે વૈશ્વિક હિત અને માનવતાના કલ્યાણ માટે કોઈ અસાધારણ કે વિશિષ્ટ યોગદાન આપ્યું હોય.

આ ભવ્ય સન્માન સ્વીકાર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની ખુશી વ્યક્ત કરતા લાગણીસભર પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે, "ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ સન્માન મેળવીને હું અત્યંત ગર્વ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું. હું આ સર્વોચ્ચ સન્માન ભારતના 140 કરોડ નાગરિકોની જનતાને અને ભારત-નોર્વેની અતૂટ અને મજબૂત મિત્રતાને સમર્પિત કરું છું. આ એવોર્ડ વૈશ્વિક પ્રગતિ માટેની અમારી સહિયારી પ્રતિબદ્ધતા અને ભાગીદારીને દર્શાવે છે."

યુદ્ધના તણાવ વચ્ચે 5 દેશોનો મહત્વપૂર્ણ પ્રવાસ

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી આ દિવસોમાં 5 દેશોના અત્યંત વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ ઓફિશિયલ વિદેશ પ્રવાસે છે. આ સફરની શરૂઆત શુક્રવારે 15 May ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE) ની મુલાકાતથી થઈ હતી. પીએમ મોદીનો આ યુએઈ પ્રવાસ એવા સમયે થયો છે જ્યારે મિડલ ઈસ્ટમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ભયાનક યુદ્ધ અને સૈન્ય સંઘર્ષનો તણાવ ચરમસીમાએ છે. યુએઈ બાદ પીએમ મોદી નેધરલેન્ડ્સ ગયા હતા અને ત્યાંથી સોમવારે ત્રીજી ભારત-નોર્ડિક સમિટ તેમજ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેવા નોર્વે પહોંચ્યા હતા. નોર્વેનો આ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ તેઓ સ્વીડન જશે અને પ્રવાસના અંતિમ ચરણમાં ઈટાલીની મુલાકાત લેશે.

આ પણ વાંચો : મોદી કેબિનેટમાં ફેરબદલની ચર્ચા તેજ, આ રાજ્યોના નેતાઓને મળી શકે સ્થાન

લાંબા અંતરાલ બાદ ઈતિહાસ રચાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નોર્વે પ્રવાસની સૌથી ખાસ અને રાજદ્વારી દૃષ્ટિએ મોટી વાત એ છે કે પૂરા 43 વર્ષના લાંબા સમયગાળા બાદ ભારતના કોઈ પ્રધાનમંત્રી નોર્વેના સત્તાવાર પ્રવાસે ગયા છે. આટલા લાંબા આંતરાલ બાદ થઈ રહેલા ભારતીય વડાપ્રધાનના પ્રવાસને લઈને ઓસ્લો સહિત સમગ્ર નોર્વેમાં વસતા ભારતીય પ્રવાસીઓ (ઇન્ડિયન ડાયસ્પોરા) માં ભારે ઉત્સાહ, ખુશી અને હેલો વ્યાપી ગયો છે. પ્રવાસી ભારતીયોએ એરપોર્ટ અને હોટેલ બહાર પરંપરાગત ઢોલ-નગારા અને દેશભક્તિના નારાઓ સાથે પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GrandCrossAward PMModiInNorway IndiaNordicSummit

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ