ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / ટેલર સ્વિફ્ટ-ટ્રેવિસ કેલ્સીએ કરી સગાઇ, કરોડોની હીરાજડિત વીંટીએ ખેંચ્યું સૌનું ધ્યાન

Taylor Swift Engagement / ટેલર સ્વિફ્ટ-ટ્રેવિસ કેલ્સીએ કરી સગાઇ, કરોડોની હીરાજડિત વીંટીએ ખેંચ્યું સૌનું ધ્યાન

Published By: Shilpa Parmar

Last Updated: 03:32 PM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સ સગાઈના બંધનમાં બંધાઈ ચૂક્યા છે અને જલ્દી જ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. આ જોડીએ પોતાની સગાઈની માહિતી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ જાહેર કરીને આપી હતી. જુઓ બંનેની સગાઈની વાયરલ તસવીરો.

ADVERTISEMENT

હાલના દિવસોમાં સૌની જીભ પર એક જ નામ છે અને તે છે ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સ. પોપ સંગીતની દુનિયાની રાણી અને એનએફએલના સુપરસ્ટારની આ પ્રેમકહાની આખી દુનિયાને પોતાની તરફ આકર્ષી રહી છે.

હાલ તેમની સગાઈની ખબર સાંભળીને ફેન્સમાં ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર આ વાતની ભારે ચર્ચા થઈ રહી છે. શું તમને ખબર છે કે આ “ફેરી ટેઇલ” જેવી લાગતી પ્રેમકહાનીની શરૂઆત એક અનોખી રીતે થઈ હતી? ચાલો જાણીએ ટેલર સ્વિફ્ટ-ટ્રેવિસ કેલ્સની લવ સ્ટોરી.

એક ફ્રેન્ડશિપ બ્રેસલેટથી થઈ હતી શરૂઆત

ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સના સંબંધની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે ટ્રેવિસે સાચા ફેનની જેમ ટેલર માટે એક ખાસ ફ્રેન્ડશિપ બ્રેસલેટ બનાવ્યું હતું. આ વાત છે જુલાઈ 2023ની. ટ્રેવિસે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, 'તે ટેલરના “ધ એરિયાઝ ટૂર” કોન્સર્ટમાં ગયા હતા. તેઓ ટેઇલરને મળવા માગતા હતા અને તેમને એ બ્રેસલેટ આપવા ઈચ્છતા હતા, જેના પર પોતાનો ફોન નંબર લખેલો હતો. પરંતુ દુર્ભાગ્યવશ તેમની મુલાકાત થઈ ન શકી.' ટ્રેવિસે સ્વીકાર્યું હતું કે તેમને આ વાતથી થોડી નિરાશા થઈ હતી, છતાં તેમણે હિંમત હારી નહીં.

સ્ટોરીમાં આવ્યો ટ્વીસ્ટ

ટ્રેવિસનો આ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ ઝડપથી વાયરલ થયો અને સીધો ટેલર સ્વિફ્ટ સુધી પહોંચ્યો. ટેલર સ્વિફ્ટને તેમનો આ પ્રયત્ન ખૂબ ગમ્યો અને તેમણે પોતે ટ્રેવિસનો સંપર્ક કર્યો. ત્યારબાદ બંનેએ ચુપચાપ મળવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર 2023માં, જ્યારે ટેલર ટ્રેવિસની એક મેચ જોવા પહોંચી અને તેમની માતા સાથે બેસીને મેચનો આનંદ માણ્યો, ત્યારે બંને વચ્ચેની ડેટિંગની અફવાઓ પર સત્તાવાર રીતે મોહર લાગી ગઈ.

લવસ્ટોરીનો ખુલ્લેઆમ સ્વીકાર

ટેલર ના મેચ બાદ બંનેને ઘણીવાર એકસાથે જોવામાં આવ્યા. ક્યારેક હાથમાં હાથ પકડીને ફરતા, તો ક્યારેક એકબીજાને ઉત્સાહિત કરતા. ટેલરે પોતાના કોન્સર્ટમાં પણ ટ્રેવિસ માટે ખાસ મેસેજ આપ્યો હતો. થોડા જ સમયમાં તેમણે પોતાના આ સંબંધને દુનિયા સામે ખુલ્લેઆમ સ્વીકારી લીધો. હવે તો ફેન્સને માત્ર એક જ રાહ છે કે તેઓ પોતાના મનપસંદ કપલના જોરદાર લગ્ન જલ્દી જ જોઈ શકે.

વધુ વાંચો: પોતાનાથી 12 વર્ષ નાની ગર્લફ્રેન્ડને હૃતિક રોશને આપી દીધો પોતાનો જ બંગલો! જાણો કારણ

ટોપ સ્ટાર જોડી

હાલમાં ટેલર અને ટ્રેવિસ બંને પોતાના ક્ષેત્રમાં ટોચ પર છે. એક તરફ ટેલર છે, જેમણે પોતાના મધુર અવાજથી કરોડો દિલ જીતી લીધા છે. બીજી તરફ ટ્રેવિસ છે, જે અમેરિકન ફૂટબોલની દુનિયામાં સૌથી સફળ ખેલાડીઓમાંના એક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

taylor swift engaged Taylor swift marriage Travis kelce net worth

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ