ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પોતાનાથી 12 વર્ષ નાની ગર્લફ્રેન્ડને હૃતિક રોશને આપી દીધો પોતાનો જ બંગલો! જાણો કારણ

મનોરંજન / પોતાનાથી 12 વર્ષ નાની ગર્લફ્રેન્ડને હૃતિક રોશને આપી દીધો પોતાનો જ બંગલો! જાણો કારણ

Published By: Shilpa Parmar

Last Updated: 02:44 PM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટર હૃતિક રોશન હાલ તેમનાથી 12 વર્ષ નાની છોકરીને ડેટ કરી રહ્યા છે. એટલું જ નહીં હૃતિક રોશને તો તેમની નવી ગર્લફ્રેન્ડને પોતાનો બંગલો પણ આપી દીધો છે. જાણો કોણ છે હૃતિક રોશનની નવી ગર્લફ્રેન્ડ?

ADVERTISEMENT

બોલીવુડ એક્ટર હૃતિક રોશન ક્યારેક તેમની ફિલ્મોને કારણે, તો ક્યારેક તેમની પર્સનલ લાઇફને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં આવેલી તેમની તેમની ફિલ્મ વોર 2 ફ્લોપ ગયા બાદ તેઓ ફરી એકવાર ગર્લફ્રેન્ડ સબા આઝાદને લઈને ચર્ચાનો વિષય બન્યા છે.

એવી માહિતી મળી છે કે હૃતિકે પોતાનું એપાર્ટમેન્ટ જ પ્રેમિકા સબા આઝાદને ભાડે આપ્યું છે. હવે તે દર મહિને તેના પાસેથી ભાડું પણ વસૂલશે. ખાસ વાત એ છે કે જે કિંમત આ એપાર્ટમેન્ટની હાલ બજારમાં છે, તેના કરતાં ઘણી ઓછી રકમમાં હૃતિકે સબાને તેમનું ઘર ભાડે આપ્યું છે.

rutvik-and-saba-azad

હૃતિકે પ્રેમિકાને આપ્યું તેમનું ઘર

હાલમાં જાણવા મળ્યું કે હૃતિક રોશને સબાને મન્નત એપાર્ટમેન્ટ્સમાં આવેલું સી ફેસિંગ લક્ઝરી ઘર ભાડે આપ્યું છે. આ જગ્યા મુંબઈના પોશ એરિયામાં આવે છે. જે જુહૂ અને વર્સોવાને જોડે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ એપાર્ટમેન્ટ્સની સાઇઝ 1,000 થી 1,300 સ્ક્વેર ફૂટ વચ્ચે છે. બજારમાં આ ઘરનું ભાડું હાલ એકથી ત્રણ લાખ રૂપિયા દર મહિને વસૂલાય છે.

હૃતિકે કેટલામાં ઘર ભાડે આપ્યું?

મળેલી માહિતી પ્રમાણે, હૃતિકે ગર્લફ્રેન્ડ સબાને માત્ર 75 હજાર રૂપિયામાં એપાર્ટમેન્ટ ભાડે આપ્યું છે. એટલે કે હવે દર મહિને હૃતિકને ગર્લફ્રેન્ડ સબા પાસેથી 75 હજાર મળશે. 4 ઓગસ્ટે સબાએ ઘર માટે એગ્રીમેન્ટ પણ કર્યું છે. ઉપરાંત, સબાએ 1.25 લાખ રૂપિયાનું ડિપોઝિટ પણ ચૂકવી દીધું છે.

હૃતિકે વર્ષ 2020માં આ બિલ્ડિંગમાં ત્રણ એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા. જેમાંથી એક ડ્યૂપ્લેક્સ 19-20મા માળ પર છે અને બીજો 18મા માળ પર છે. હૃતિકની ફેમિલી હંમેશાં મુંબઈમાં પ્રોપર્ટી ખરીદવાના કારણે હેડલાઇન્સમાં રહેતી આવી છે. હવે તેઓ પોતાની ગર્લફ્રેન્ડને જ ભાડુઆત બનાવીને ચર્ચાનો વિષય બન્યા છે.

saba-azad-and-rutvik-roshan

કેટલી કિંમત હતી આ ઘરની?

વર્ષ 2020માં હૃતિકે આ ત્રણ એપાર્ટમેન્ટ માટે કુલ 97.5 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે વર્ષ 2025માં જ હૃતિકના પિતા રાકેશ રોશને ત્રણ પ્રોપર્ટી વેચી હતી. એટલે એક તરફ પિતા પ્રોપર્ટી વેચે છે તો બીજી તરફ પુત્ર પોતાની ગર્લફ્રેન્ડને ભાડે ઘર આપીને ચર્ચામાં રહે છે.

હૃતિક અને સબાનું રિલેશન

51 વર્ષના હૃતિક રોશન પોતાનાથી 12 વર્ષ નાની એક્ટ્રેસ સબા આઝાદને 2022થી ડેટ કરી રહ્યા છે. બંનેને ઘણીવાર સાથે જોવામાં આવ્યા છે. આ કપલ સાથે વેકેશન એન્જોય કરે છે અને તેના ફોટોઝ પણ શેર કરે છે.

વધુ વાંચો: એક્ટ્રેસ લક્ષ્મી મેનને કર્યું ભારે હેરાનીભર્યું કામ, આવી ટોપ ટ્રેન્ડિંગમાં, લોકો ધડાધડ સર્ચ કરવા લાગ્યાં

સબા આઝાદ ઓટીટી પર સતત કામ કરી રહી છે, જ્યારે હૃતિક પાસે કેટલાક મોટા પ્રોજેક્ટ્સ છે. થોડા સમય પહેલાં ફરાહ ખાનના વ્લોગમાં રાકેશ રોશને પોતાનું ખંડાલાનું મેનશન બતાવ્યું હતું, જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hrithik Roshan new girlfriend War 2 Saba Azad

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ