બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / એક્ટ્રેસ લક્ષ્મી મેનને કર્યું ભારે હેરાનીભર્યું કામ, આવી ટોપ ટ્રેન્ડિંગમાં, લોકો ધડાધડ સર્ચ કરવા લાગ્યાં

વિવાદ / એક્ટ્રેસ લક્ષ્મી મેનને કર્યું ભારે હેરાનીભર્યું કામ, આવી ટોપ ટ્રેન્ડિંગમાં, લોકો ધડાધડ સર્ચ કરવા લાગ્યાં

Hiralal Parmar

Last Updated: 12:02 PM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ ઈન્ડિયાની એક ટોચની એક્ટ્રેસે એવું હેરાનીભર્યું કામ કર્યું કે તરત ટોપ ટ્રેન્ડિંગમાં આવી ગઈ હતી અને લોકો તેને વિશે ધડાધડ સર્ચ કરવા લાગ્યાં હતા.

કેરળની ટોચની એક્ટ્રેસ લક્ષ્મી મેનન ફરી વિવાદમાં આવી છે. એક સમયે જેનો અશ્લીલ વીડિયો વાયરલ થયો છે તે લક્ષ્મી મેનને ફરી ચોંકાવનારુ કામ કરતાં ચાહકો આઘાત પામ્યા હતા. લક્ષ્મી મેનન પર એક આઇટી કર્મચારીના અપહરણનો આરોપ લાગ્યો છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે લક્ષ્મી મેનનો એક વાંધાજનક વીડિયો પણ વાયરલ થયો હતો.

બારમાં ઝગડા બાદ માર મારીને અપહરણ

લક્ષ્મી મેનન પર આરોપ છે કે તેણે બારમાં ઝઘડા બાદ આઇટી કર્મચારીનું અપહરણ કરીને માર માર્યો હતો. લક્ષ્મી અપહરણ કરનાર ગેંગનો સભ્ય હતી.

અપહરણ કેસ સામે આવ્યાં બાદ ફરાર

એર્નાકુલમ ટાઉન નોર્થ પોલીસે આ કેસના સંદર્ભમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે: મિથુન, અનીશ અને સોનમોલ. અધિકારીઓએ જણાવ્યું હતું કે અપહરણ સમયે લક્ષ્મી મેનન હાજર હતી. આ કેસ સામે આવ્યાં બાદ એક્ટ્રેસ ફરાર થઈ છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

શું હતો આખો કેસ

આ કથિત અપહરણ અને હુમલો એક બારમાં બે જૂથો વચ્ચેના વિવાદમાંથી થયો હતો. દલીલ બાદ, આઇટી કર્મચારી પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, તેને કારમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હતો.

વધુ વાંચો : ઉદયપુરની 55 વર્ષીય મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો, પતિએ કહ્યું- 'ગરીબ છીએ, રહેવા ઘર નથી'

કોણ છે લક્ષ્મી મેનન

19 મે 1996ના રોજ જન્મેલી લક્ષ્મી મેનન એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કરે છે. તેણીએ મલયાલમ ફિલ્મ રઘુવિંતે સ્વાન્થમ રઝિયા (2011) માં સહાયક ભૂમિકાથી અભિનયની શરૂઆત કરી હતી અને તમિલ ફિલ્મ સુંદરા પાંડિયન (૨૦૧૨) માં તેણીની પ્રથમ મુખ્ય ભૂમિકા ભજવી હતી. વર્ષોથી, તેણીને ટીકાત્મક પ્રશંસા અને પુરસ્કારો મળ્યા છે, જેમાં ફિલ્મફેર એવોર્ડ સાઉથ, તમિલનાડુ સ્ટેટ ફિલ્મ એવોર્ડ અને બે SIIMA એવોર્ડનો સમાવેશ થાય છે. જ્યારે લક્ષ્મી મેનન તેના સફળ ફિલ્મી કારકિર્દી માટે જાણીતી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lakshmi menon lakshmi menon news
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ