ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઉદયપુરની 55 વર્ષીય મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો, પતિએ કહ્યું- 'ગરીબ છીએ, રહેવા ઘર નથી'

દેશમાં કુતૂહલ / ઉદયપુરની 55 વર્ષીય મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો, પતિએ કહ્યું- 'ગરીબ છીએ, રહેવા ઘર નથી'

Published By: Hiralal Parmar

Last Updated: 10:57 AM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના ઉદયપુરમાં 55 વર્ષીય એક મહિલાએ 17મા બાળકને જન્મ આપતાં દેશભરમાં આ કિસ્સાએ કુતૂહલ પેદા કર્યું હતું.

ADVERTISEMENT

'અમે બે, અમારા બે' હવે જુનું થયું હવે તો 'અમે બે અમારા ડઝન' કહેવું પડે એવું છે. રાજસ્થાનના ઉદયપુરના ઝાડોલની એક 55 વર્ષીય મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો હતો. અહીંની હોસ્પિટલમાં, 55 વર્ષીય મહિલા રેખા કાલબેલિયાએ પોતાના 17મા બાળકને જન્મ આપ્યો છે. રેખા પહેલાથી જ 16 બાળકોની માતા બની ચૂકી છે. જોકે, તેમના 4 પુત્રો અને 1 પુત્રીનું જન્મ પછી મૃત્યુ થયું હતું. તે જ સમયે, રેખાના પાંચ બાળકો પરિણીત છે.

રહેવા માટે ઘર નથી

હોસ્પિટલમાં આ સમાચાર ફેલાતાની સાથે જ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો. રેખાના પતિ કવારા કાલબેલિયા કહે છે કે તેમની પાસે રહેવા માટે ઘર નથી અને તેઓ મુશ્કેલીથી ગુજરાન ચલાવી રહ્યા છે. પોતાના બાળકોને ખવડાવવા માટે, તેમણે એક શાહુકાર પાસેથી 20% વ્યાજે પૈસા લેવા પડ્યા. ભંગાર એકઠો કરીને પોતાનું ગુજરાન ચલાવતો આ પરિવાર શિક્ષણના નામે પોતાના બાળકોને શાળાએ પણ મોકલી શકતો ન હતો.

વધુ વાંચો : VIDEO : ગર્લ્સ કોલેજની બહાર યુવાને ઉતારી દીધાં કપડાં, પછી કર્યું આવું, વાયરલ વીડિયો બાદ હડકંપ

નસબંધી વિશે જાગૃત કરવામાં આવશે-ડોક્ટર

કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ગાયનેકોલોજિસ્ટ રોશન દારંગીએ જણાવ્યું કે જ્યારે રેખાને દાખલ કરવામાં આવી ત્યારે પરિવારે તેમને કહ્યું કે તે તેમનું ચોથું બાળક છે પરંતુ પછીથી ખબર પડી કે તેમનું આ 17મું સંતાન છે એટલે હવે અમે પતિને નસબંધી કરાવવાનું કહીશું ન હીંતર હજુ પણ તેઓ વધારે બાળકો પેદા કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

udaipur rajasthan news rajasthan

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ