ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / દિલજીત દોસાંઝ અમિતાભ બચ્ચનના પગે પડ્યો તો ખાલિસ્તાની આતંકીઓ ઉકળી ઉઠયા, સિંગરને આપી ધમકી
Last Updated: 03:15 PM, 29 October 2025
ADVERTISEMENT
Diljit Dosanjh: અમિતાભના પગ સ્પર્શતા લોકપ્રિય પંજાબી સિંગર દિલજીત વિવાદમાં આવ્યો છે. પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખ સંગીત નહીં પણ અન્ય વિવાદને કારણે. તાજેતરમાં “કૌન બનેગા કરોડપતિ” શોમાં હાજરી દરમિયાન દિલજીતે બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા હતા. આ ઘટનાના થોડા જ દિવસોમાં ખાલિસ્તાની આતંકવાદી સંગઠન “શીખ્સ ફોર જસ્ટિસ” (SFJ) એ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા દિલજીતના કોન્સર્ટને રોકવાની ધમકી આપી છે. દિલજીત દોસાંઝનો કોન્સર્ટ 1 નવેમ્બરના રોજ થવાનો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સંગઠનના જણાવ્યા મુજબઅમિતાભ બચ્ચન 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન શીખો વિરુદ્ધ હિંસા ભડકાવવાના આરોપોમાં ઘેરાયા હતા. SFJ એ કહ્યું છે કે, અમિતાભ બચ્ચને “ખૂન કા બદલા ખૂન” જેવા નારા લગાવી ટોળાને ઉશ્કેર્યા હતા, જેના કારણે હજારો શીખો માર્યા ગયા હતા. SFJ એ નિવેદનમાં જણાવ્યું છે કે, “દિલજીત દોસાંઝે અમિતાભના પગ સ્પર્શ કરીને 1984ના શીખ હત્યાકાંડના દરેક પીડિત, વિધવા અને અનાથનું અપમાન કર્યું છે.”
एक तो 1984 से Amitabh के संदिग्ध Link… और दूसरा वो Bollywoodia…। मेरी राय में Diljit Dosanjh को Amitabh के पैर नहीं छूने चाहिए थे… ❌ pic.twitter.com/ILwrBFQxwg
— Jyot Jeet (@activistjyot) October 29, 2025
ADVERTISEMENT
SFJ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1 નવેમ્બર એ શીખ સમુદાય માટે “સ્મૃતિ દિવસ” છે. 1984ની હત્યાઓના શહીદોને યાદ કરવાનો દિવસ. સંગઠનનો દાવો છે કે, “આ દિવસે કોઈ સમજનાર શીખ કોઈ પણ ઉજવણી કે કોન્સર્ટ કરી શકતો નથી. આ અજ્ઞાનતા નહીં પરંતુ વિશ્વાસઘાત છે.” સંગઠનના નેતાઓએ ચેતવણી આપી છે કે દિલજીત દોસાંઝનો કોન્સર્ટ ઓસ્ટ્રેલિયામાં યોજાશે તો તેઓ તેનું વિરોધ કરશે અને રોકશે.
ADVERTISEMENT
વધુ વાંચો: PHOTOS : બોલીવૂડની ખુબસૂરત અદાકારા અદિતી રાવ હૈદરી ટોપ ટ્રેન્ડિંગમાં, ખુબસૂરતીથી કાયલ બની જશો

ADVERTISEMENT
1984ના રમખાણો ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ભડકાયા હતા. જ્યારે તેમના શીખ અંગરક્ષકોએ તેમની હત્યા કરી હતી. તે પછી દિલ્હી સહિત અનેક શહેરોમાં શીખો પર હિંસા ફાટી નીકળી હતી. SFJ સતત આ ઘટનાના દોષીઓને સજા આપવાની માંગ કરે છે અને શીખ સમુદાય માટે ન્યાયની લડત ચલાવી રહ્યું છે. હવે દિલજીત દોસાંઝ અને અમિતાભ બચ્ચન વચ્ચેની આ ઘટના જૂના દુઃખને ફરી તાજા કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.