બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / "કેટલાક તો એવાં છે કે, જેઓ મને હારતા...", બિગબીનું નામ લઇને ગોવિંદાએ કર્યા પ્રહાર
Last Updated: 01:52 PM, 10 February 2026
Bollywood News: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાએ ઘણા દાયકાઓ સુધી ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે, પણ જ્યારે તે મોટા પડદાથી દૂર થયા તો ઘણા સમય સુધી જોવા જ ન મળ્યા. ગોવિંદા પોતે આના પાછળનું કારણ ઇન્ડસ્ટ્રીની ઘટિયા પોલિટિક્સને ગણાવે છે, જ્યારે તેમના હેટર્સે હંમેશા કહ્યું છે કે સફળતા ગોવિંદાના માથા પર ચઢી ગઈ હતી. હવે એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ ડેન્ગ્યુ મચ્છર અને ઔરંગઝેબ જેવા ભારે શબ્દોનો ઉપયોગ કરીને એ લોકો પર નિશાન સાધ્યું છે કે જેઓ તેમની કારકિર્દી ખતમ કરવાના પ્રયાસોમાં લાગ્યા રહે છે. ગોવિંદાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેટલાક લોકો એવા છે કે જે તેમને હારતા જોવા માટે આતુર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગોવિંદાને તેમની નિષ્ફળતા અને ઇન્ડસ્ટ્રીમાં કામ ન મળવાના કારણો પર સવાલ પૂછવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે લોકો કહે છે કે તેઓ સેટ પર મોડા આવવા લાગ્યા હતા. આ આરોપ પર ગોવિંદાએ જડબાતોડ જવાબ આપતા કહ્યું કે તેમને અને સંજય દત્ત કે સલમાન ખાન જેવા સ્ટાર્સને સેટ પર મોડા આવવા માટે બદનામ કરવામાં આવે છે. ગોવિંદાએ કહ્યું, 'અમિતાભ બચ્ચનજી તો હંમેશા સમયસર આવતા હતા, છતાં પણ તેમને 15 વર્ષ સુધી કામથી બહાર રાખવામાં આવ્યા. આ બધું એક યોજના બનાવીને કરવામાં આવે છે, જેથી કોઈને પણ આઉટ કરી શકે.' ગોવિંદાએ કહ્યું કે આવું માત્ર તેમની સાથે જ નહીં, પણ ઘણા મોટા દિગ્ગજ કલાકારો સાથે થઈ ચૂક્યું છે.

ADVERTISEMENT
ગોવિંદાએ કરણ જોહરની એક ફિલ્મ 'માય નેમ ઇઝ ગોવિંદા'નો ઉલ્લેખ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે લોકો તેમની પર્સનલ લાઇફના કિસ્સાઓને ફિલ્મોમાં નાખીને મજાક બનાવવાનો પ્રયાસ કરે છે. ગોવિંદાએ ચેતવણી આપતા કહ્યું, 'જો ક્યારેય આવા લોકો મારા હાથે ચઢી ગયા, તો હું રજનીકાંતની જેમ ભરી મહેફિલમાં તેમને 'પ્રસાદ' આપીશ. ગોવિંદાએ ખૂબ જ સખત શબ્દોમાં આવા લોકોને જવાબ આપ્યો છે જે ઇન્ડસ્ટ્રીમાં તેમનો મજાક ઉડાવવાની કોશિશ કરતાં રહે છે કે પછી તેમને નીચે પાડવા માટે ષડયંત્ર રચતાં રહે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'માથું નીચે રાખો અને કામ...'', બોલીવુડમાં સર્વાઈકલ પર આ શું કહ્યું શનાયા કપૂરએ?
ADVERTISEMENT
પોતાની ઓટોબાયોગ્રાફીનો ઉલ્લેખ કરતાં ગોવિંદાએ કહ્યું કે જ્યારે તેઓ પોતાનું પુસ્તક લખશે, તો ઘણા ફિલ્મી લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવે. ગોવિંદાએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં દુકાન ચલાવવા માટે લોકો ઈશ્વર અને અલ્લાહ પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે અને માત્ર બીજાનું ખરાબ કરવામાં લાગેલા રહે છે. ગોવિંદાએ પોતાના ચાહકોને અપીલ કરી કે તે અફવાઓ પર ધ્યાન ન આપે, કરણ કે માતાપિતાનો આશીર્વાદ તેમની સાથે છે અને તેમનો સિતારો ક્યારેય નહીં ડૂબી શકે. ગોવિંદાનું આ ઇન્ટરવ્યુ ઇન્ડસ્ટ્રીના લોકો માટે ધબકારા વધારનાર સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.