બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:32 AM, 10 February 2026
બોલીવુડમાં આજ કાલ ભાઈ-ભત્રીજા વિવાદ, પ્રિવિલેજ અને સોશિયલ મીડિયા પર થનારી તપાસને લઈને ઘણી વખત માથાકુટ થતી રહે છે. આવા માહોલમાં સંજય કપૂરની દિકરી શનાયા કપૂર તેના અલગ વિચાર રાખે છે. શનાયાનું કહેવું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની સફર કોઈ સર્વાઈવલનું યુદ્ધ નથી પણ શીખવા અને આગળ વધવાની સુવર્ણ તક છે.
ADVERTISEMENT
એક ખાસ વાતચીતમાં શનાયાએ જણાવ્યું કે તે સોશિયલ મીડિયા પર થતા જજમેન્ટ અને ટિકાઓનો સામનો કેવી રીતે કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું બધુ ફોકસ માત્ર તમારા કામ પર છે અને તે માને છે કે આ ગ્લેમરસ દુનિયામાં કડક મહેનત સાથે સાથે કિસ્મતનો પણ મોટો હાથ હોય છે.
ADVERTISEMENT
ઘણી વખત સ્ટાર કિડ્સથી ઈન્ડસ્ટ્રીમાં ટક્યા રહેવાનું કે સર્વાઈવ કરવા વિશે સવાલ કરવામાં આવે છે પણ શનાયાને એ વાતથી કઈ લેવાદેવા નથી. તેના માટે તો આ સમય સિનેમાનો હિસ્સા બનવા માટે ઘણો રોમાંચક છે કારણ કે દર્શક થિયેટરમાં પાછા ફરી રહ્યા છે અને દરેક બાજુ નવા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. શનાયાએ કહ્યું કે, હું બસ આ સફરનો આનંદ લઈ રહી છું અને પોતાને એવું જ કહું છું કે તમારું માથુ નીચે રાખો અને બસ કામ કરતા રહો.આપણી સરખામણી બીજા લોકો સાથે કરવાનો કોઈ ફાયદો નથી કારણ કે યુનિવર્સ તમારા માટે પહેલાથી જ કંઈક સારું વિચારીને રાખે છે. મને તેના પર સાચ્ચે જ વિશ્વાસ છે. ખાસ કરીને આપણી ઈન્ડસ્ટ્રીમાં..
અભિનેત્રીએ એવું પણ કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા માટે પ્લાનિંગ અને મહત્વાકાંક્ષા તો જરૂરી છે પણ બધુ માણસના હાથમાં નથી હોતું. તે કહે છે કે આ બધામાં નસીબનું ઘણું મહત્વનું છે. અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે, અમુક વસ્તુ આપણા કંટ્રોલમાં હોય છે અને ઘણી નથી પણ હોતી. જે આપણા હાથમાં છે તે કડક મહેનત કરવાનું છે. જે વસ્તુ આપણાથી ન થઈ શકે તેના વિશે વિચારીને હેરાન કેમ થવાનું. શનાયાનું માનવું છે કે એક એક્ટર તરીકે તેમનું કામ છે પોતાની જાતને હજુ વધારે સારી રીતે બનાવવી. બાકી બધુ ભગવાન ભરોસે મુકી દેવાનું.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ કાનૂની વિવાદમાં અટવાઇ ફિલ્મ 'Hera pheri 3'! મામલો પહોંચ્યો કોર્ટમાં, જાણો કેમ
ADVERTISEMENT
આજકાલ સોશિયલ મીડિયા પર રિએક્શન આવી જાય છે ત્યારે આને એક જવાબદારી તરીકે જુએ છે. ઘણી વખતે ઈનસાઈડર કહેતા એવું કહે છે કે તે અહીંયા ઓડિયન્સની પસંદ માટે આવી છે. શનાયાનું કહેવું છે કે, જે દર્શક તમને ફિડબેક આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમારે ક્યાં સુધારો કરવાની જરૂર છે તો એક અભિનેત્રી તરીકે તમારી જવાબદારી છે કે તમે એમની વાત સાંભળો. તે માને છે કે દરેકે પોતાનામાં કંઈક હોય છે અને તેમની સ્વીકાર કરીને તેની પર કામ કરીને આગળ વધવાનો સાચો રસ્તો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.