બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કાનૂની વિવાદમાં અટવાઇ ફિલ્મ 'Hera pheri 3'! મામલો પહોંચ્યો કોર્ટમાં, જાણો કેમ
Last Updated: 05:03 PM, 7 February 2026
અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની આગામી ફિલ્મ હેરાફેરી 3 ને લઈને ઘણા સમયથી સસ્પેન્સ બની રહ્યું છે. શરૂઆતમાં, એવા અહેવાલો હતા કે પરેશ રાવલે અક્ષય કુમાર સાથેના મતભેદને કારણે ફિલ્મ છોડી દીધી હતી, જોકે પછીથી બંનેએ તેમના મતભેદો દૂર થઇ ગયા હતા. પરેશ રાવલના ફિલ્મમાં પાછા ફરવાથી ફેન્સમાં આશા જાગી હતી કે, હેરા ફેરી 3નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે, પરંતુ હવે ફિલ્મ ફરી એકવાર મુશ્કેલીઓનો સામનો કરી રહી હોય તેવું લાગે છે. સાઉથના પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાની ફિલ્મના રાઇટ્સ પર પોતાનો દાવો કર્યો છે.
ADVERTISEMENT
મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને સીધો પૂછવામાં આવ્યો કે શું 'હેરા ફેરી 3' ખરેખર બની રહી છે કે નહીં. આ સવાલ એક પ્રોડક્શન કંપની સેવન આર્ટ્સ ઇન્ટરનેશનલ નામની એક પ્રોડક્શન કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'હેરા ફેરી' ફ્રેન્ચાઇઝનો કોપીરાઇટ તેમની પાસે છે, ફિરોઝ નડિયાદવાલા પાસે નથી.
કાનૂની વિવાદમાં ફંસાઇ હેરા ફેરી 3
ADVERTISEMENT
સેવન આર્ટ્સ ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર જીપી વિજયકુમારે મીડિયાને જણાવ્યું કે 2000 માં રિલીઝ થયેલી 'હેરા ફેરી' વાસ્તવમાં મલયાલમ ફિલ્મ 'રામજી રાવ સ્પીકિંગ' (1989) ની હિન્દી રિમેક હતી. ફિરોઝ નડિયાદવાલાને ફિલ્મ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમને ફક્ત એક જ ફિલ્મ બનાવવાની મંજૂરી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, આ મંજૂરીમાં સિક્વલ બનાવવાનો કે પાત્રોનો ફરીથી ઉપયોગ કરવાનો અધિકાર શામેલ નહોતો.
ફક્ત પહેલી ફિલ્મનો જ હતો રાઇટ્સ
ADVERTISEMENT
આમ છતાં, નડિયાદવાલાએ 2006 માં 'ફિર હેરા ફેરી' બનાવી હતી અને હવે અહેવાલ મુજબ તેણે ત્રીજા ભાગના અધિકારો અભિનેતા અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસને વેચી દીધા છે. આનાથી ચાલી રહેલા વિવાદમાં વધારો થયો છે.સેવન આર્ટ્સ ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર જીપી વિજયકુમારનો દાવો છે કે, તેમણે 2022 માં મૂળ નિર્માતા, આદિત્ય ફિલ્મ્સ પાસેથી 'રામજી રાવ સ્પીકિંગ' ના સંપૂર્ણ ફ્રેન્ચાઇઝ અધિકારો કાયદેસર રીતે ખરીદ્યા હતા.
વિજયકુમારના મતે, શરૂઆતમાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી કારણ કે પહેલી ફિલ્મ પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી, અને તેમનો અંગત સંબંધ હતો. જોકે, બીજી ફિલ્મના નિર્માણ દરમિયાન, કોપીરાઈટ હોલ્ડરને સમગ્ર પરિસ્થિતિની જાણ કરવામાં આવી ન હતી. બાદમાં, જ્યારે અધિકારોની તપાસ કરવામાં આવી, ત્યારે કથિત ઉલ્લંઘન અને છેતરપિંડી સામે આવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.