ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / 45 વટી ગ્યા, તોય સિંગલ છે આ બોલીવુડ એક્ટર, કહ્યું 'ધરતી પર જે રીતે....'
Last Updated: 01:15 PM, 6 September 2025
ADVERTISEMENT
સલમાન ખાન સિવાય પણ બોલિવૂડના ટેલેન્ટેડ એક્ટર અભય દેઓલ આજે પણ સૌથી એલિજિબલ બેચલર માનવામાં આવે છે. તેઓ હાલ 49 વર્ષના થઈ ગયા છે, છતાં પણ લગ્ન કર્યા નથી અને સિંગલ જ છે. જાણો શું છે તેમના સિંગલ રહેવાનું કારણ?
ADVERTISEMENT
એક્ટર અભય દેઓલ
દેઓલ પરિવારમાંથી આવતા અભય દેઓલ એવા કલાકાર છે, જે તેમના કામની બાબતે આગળ છે. ભલે તેમણે ઓછી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું હોય, પરંતુ જેટલું પણ કર્યું છે તેમાં તેમનું પાત્ર પ્રશંસાને લાયક છે.
ADVERTISEMENT
અભય પોતાના ખુલ્લા વિચારો અને નિવેદનોને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. હાલ ફરી એકવાર અભિનેતાએ લગ્ન અને સંતાનને લઈને તેમના વિચારો સ્પષ્ટ કર્યા છે.

ADVERTISEMENT
અભય દેઓલના લગ્ન વિશેના વિચારો
અભય દેઓલે તેમના હાલના એક પૉડકાસ્ટમાં લગ્ન અને સંતાનને લઈને ખુલ્લેઆમ વાત કરી. તેમણે કહ્યું,
ADVERTISEMENT
“હું સંતાન નથી ઈચ્છતો. જો મારે ઘર વસાવવું જ હોત તો, પોતે સંતાન પેદા કરવાને બદલે દત્તક લેવાનું પસંદ કરું. કારણ કે હું જ્યારે દુનિયાને જોઉં છું ત્યારે વિચારું છું કે હું આ ધરતી પર બાળક શા માટે લાવીશ? હું આ ધરતી પર ખુશ છું, પણ આટલી વધી રહેલી વસ્તી પર વધુ ભાર મૂકવો યોગ્ય નથી. પહેલાથી જ દુનિયા ખૂબ વસ્તી ધરાવે છે, તેમાં વધુ વસ્તીથી બચવું જરુરી છે. હું પણ સંતાન નથી ઈચ્છતો. જો ક્યારે ઈચ્છું પણ, તો દુનિયા જોઈને જ વિચારું છું કે આ દુનિયામાં બાળકને શા માટે લાવવું?”
મને ખબર નથી હું કેવો પિતા બનીશ...?
ADVERTISEMENT
પેરેન્ટ બનવા અંગે અભય દેઓલે આગળ જણાવ્યું,
“મને ખબર નથી કે હું ન્યાય કરી શકીશ કે નહીં. મારી લાગણીઓ કેવી રીતે સંભાળી શકીશ એ પણ ખબર નથી. મને લાગે છે કે જો મારું બાળક હોત, તો કદાચ હું હમણાં કરતાં વધારે કંટ્રોલ કરનાર અને અધિકાર જતાવનાર બની જાઉં. સંભાળવાની લાગણી મારી અંદર છે, જે મારા પરિવારના વાતાવરણમાંથી આવી છે. પણ ક્યારેક લાગે છે કે પોતાને જ સંભાળવું મુશ્કેલ છે. જો હું મારી ભાવનાને ગુમાવીને હંમેશાં તણાવગ્રસ્ત અને અધિકાર જતાવનાર બની જાઉં, તો એ બાળક માટે યોગ્ય નથી. અમે મોટા થતા હતા ત્યારે ખૂબ સુરક્ષિત હતા, કદાચ એ અસર હું મારા બાળક પર પણ નાખી દઉં.”
ADVERTISEMENT
વધુ વાંચો : એક-બે નહીં, 99 પ્રોપર્ટીનો માલિક છે આ ભારતીય સિંગર, લોકો કહે છે, 'હું 20 છોકરીઓ સાથે...'
અભય દેઓલ છેલ્લે આ જ વર્ષે આવેલી ફિલ્મ ‘બન ટિક્કી’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે શબાના આઝમી અને નુસરત ભરૂચા પણ મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT