બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / એક-બે નહીં, 99 પ્રોપર્ટીનો માલિક છે આ ભારતીય સિંગર, લોકો કહે છે, 'હું 20 છોકરીઓ સાથે...'
Last Updated: 10:38 AM, 6 September 2025
તમને જાણીને ઝાટકો લાગશે પણ ભારતના પ્રખ્યાત સિંગર મીકા સિંહ પાસે 99 ઘર અને 100 એકર જમીન છે. આ જાણીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ શકે છે. લોકો વિચારમાં પડી જાય છે કે શું ખરેખર સિંગિંગ અને કોન્સર્ટથી મીકાએ આટલું બધું કમાઈ લીધું હશે કે 99 ઘર અને એટલી જમીન ખરીદી શકે?
ADVERTISEMENT
મીકાએ લક્ષરીયસ અને વધારાના ખર્ચવાળી જિંદગી જીવવાની જગ્યાએ લાંબા ગાળાના રિયલ એસ્ટેટને મહત્વ આપ્યું છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેમણે કેવી રીતે 99 ઘર લીધા. સાથે જ પોતાના સાથી કલાકારોને પણ સલાહ આપી કે પૈસા યોગ્ય રીતે ઈન્વેસ્ટ કરવા જોઈએ.
મીકા સિંહએ શું કહ્યું?
ADVERTISEMENT
થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં મીકાએ કહ્યું હતું કે,
"તેમનું 99મું ઘર શાહરુખ ખાનની પત્ની અને ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. "
ADVERTISEMENT
તેમણે એ પણ જણાવ્યું કે એમાંથી કેટલાક ઘર સસ્તા છે તો કેટલાક ખુબ જ મોંઘા.
પોતાના 99 ઘરો વિશે મીકાએ શું કહ્યું?
ADVERTISEMENT
મીકા સિંહે કહ્યું,
“મેં 99 ઘર લીધાં છે. કેટલાક નાના છે, કેટલાક મોટા છે, કેટલાક મોંઘા છે, તો કેટલાક ગામડામાં છે. વાત એ નથી કે ઘર ક્યાં છે? વાત એ છે કે તમારી પાસે કેટલી સંપત્તિ છે. ઘણા લોકો મને પ્રેમ કરે છે, પણ ઘણા ગાળ પણ આપે છે. તેઓ કહે છે કે પાગલ છે, હજુ સુધી લગ્ન નથી કર્યા, આ બધું કોણ સંભાળશે? તેઓ તો આવું જ કહેતા રહે છે.”
ADVERTISEMENT
જમીન ક્યારેય દગો આપતી નથી
મીકા સિંહ આગળ બોલ્યા કે,
ADVERTISEMENT
“અમે ખેડૂતોના બાળકો છીએ. અમને તો એ પણ ખબર ન હતી કે પૈસા સાથે શું કરવું અને ક્યાં ખર્ચવા. ફક્ત એક જ વાત ખબર હતી કે જમીનદાર બનવું જોઈએ. દાદા પણ કહેતા કે જમીન ક્યારેય દગો આપતી નથી. અમે જિંદગીમાં ઘણાં પૈસા કમાયા અને બસ એટલું જ જાણતા હતા કે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરવું જોઈએ.”
મીકાએ કેવી રીતે સંપત્તિ ઊભી કરી?
મીકાએ ખુલાસો કર્યો કે તેમણે કેવી રીતે આટલી બધી પ્રોપર્ટી અને જમીન ખરીદી. તેમણે કહ્યું કે,
"જે પણ કમાણી કરી, તે બધી જ પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરતો ગયો. મારી જાહેર છબી એવી છે કે લોકો માને છે કે હું 20 છોકરીઓ સાથે નાચુ છે અને પૈસા બગાડું છું. તમને એ ગમશે કે મીકા સિંહ 20 છોકરીઓ સાથે નાચે અને તેમની પર પૈસા ફેંકે, ત્યારે તેમને મજા આવશે. પણ 99 ઘર કેવી રીતે બનાવી રહ્યો છે? તેનો અર્થ એટલો જ છે કે જીવનમાં તમારી પાસે એક સુરક્ષિત પ્રોપર્ટી હોવી જોઈએ. અને એ દરેક પાસે હોવી જ જોઈએ.”
ઘણા ગાયક અમીર છે, પરંતુ પૈસા બગાડે છે
મીકાએ વધુમાં કહ્યું,
“હું એકલો જ ખાસ કે અમીર નથી. ઈન્ડસ્ટ્રીમાં બીજા પણ ઘણા ગાયક છે, જેમણે ખૂબ પૈસા કમાયા છે. પરંતુ તેઓ ફક્ત ગુચી-વુચી પહેરીને ફર્યા કરે છે. કોઈ કારણ વગર ચાર્ટર્ડ પ્લેનમાં ફરતા રહે છે. તમે ઘણાં પૈસા બચાવી શકો છો, બચત ખૂબ જ જરૂરી છે. પૈસા ખર્ચો, પરંતુ તેને સંપૂર્ણ રીતે બગાડશો નહીં. એ તો મૂર્ખામી છે.”
મીકા સિંહની નેટવર્થ
મીકા સિંહની નેટવર્થની વાત કરીએ તો એક રિપોર્ટ મુજબ તે આશરે 414 કરોડ એટલે કે 4.14 અબજ રૂપિયાના માલિક છે. તેઓ એક કોન્સર્ટ માટે 25 થી 50 લાખ રૂપિયા સુધી ફી લે છે. જ્યારે એક ગીતમાંથી તેઓ લગભગ 10 લાખ રૂપિયા કમાઈ લે છે.
વધુ વાંચો : '...તો મારા રૂમમાં આવજે', 'તારક મહેતા'ના પ્રોડ્યૂસર વિવાદમાં, લાગ્યા ગંભીર આરોપ
મીકાએ પોતાના કરિયરમાં ઘણો સંઘર્ષ કર્યો છે. એકથી એક હિટ ગીતો આપ્યા છે. એક સમય એવો પણ હતો કે તેઓ ફક્ત જાગરણમાં ગાતા હતા. તે કીર્તનથી લઈને કવ્વાલી અને દરેક ધાર્મિક સ્થળે ગાઈ ચૂક્યા છે. ક્યારેક મીકાની કમાણી માત્ર 75 રૂપિયા હતી, અને આજે તેઓ કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી શક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.