બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / એકસમયે હનુમાનજીના કેરેક્ટરમાં દારાસિંઘને ટક્કર આપતું આ પાત્ર, આજે છે કંઇક આવી હાલત!
Last Updated: 04:35 PM, 4 September 2025
ટેલિવિઝનના જાણીતા ધાર્મિક ટીવી શોઝની વાત કરવામાં આવે ત્યારે તેમાં જય હનુમાન શોનું નામ ખાસ રીતે લેવામાં આવે છે. 90ના દાયકામાં આ ધાર્મિક શો દૂરદર્શન ચેનલ પર ટેલિકાસ્ટ થતો હતો. લાંબા સમય સુધી આ માયથોલોજિકલ શો દર્શકોની પહેલી પસંદ રહ્યો હતો અને દેશભરના લોકોને મન મૂકીને મનોરંજન પૂરું પાડતો હતો.
ADVERTISEMENT
જય હનુમાનમાં બજરંગબલીનું પાત્ર નિભાવનારા એક્ટર, જેમણે પોતાના જોરદાર અભિનયથી એક વખત રામાનંદ સાગરની રામાયણમાં હનુમાન બનેલા દારા સિંહને ટક્કર આપી દીધી હતી. ચાલો જાણીએ કે કોણ છે આ કલાકાર?
કોણે ભજવ્યુ હતું હનુમાનનું પાત્ર?
ADVERTISEMENT
1997માં દિગ્દર્શક સંજય ખાને જય હનુમાન ટીવી સિરિયલને દૂરદર્શન પર રજૂ કરી હતી. આ શોની કાસ્ટને આજે પણ યાદ કરવામાં આવે છે. ખાસ કરીને ભગવાન હનુમાનનું પાત્ર ભજવનાર એક્ટર રાજ પ્રેમીએ પોતાના શાનદાર અભિનયથી સૌના દિલ જીતી લીધા હતા.
રાજ પ્રેમી એ જ કલાકાર છે જેમણે તે સમયે હનુમાનના પાત્ર માટે જાણીતા દિગ્ગજ અભિનેતા દારા સિંહને પણ ટક્કર આપી હતી. જય હનુમાન સિરિયલથી ફેન્સના દિલમાં ખાસ સ્થાન બનાવનાર રાજ પ્રેમી આજે પણ સિનેમા જગતમાં દિગ્ગજ કલાકાર તરીકે કામ કરી રહ્યા છે.
ADVERTISEMENT

ટીવી ઉપરાંત બોલીવૂડમાં પણ કર્યું કામ
ADVERTISEMENT
નાનાં પડદાથી આગળ વધીને તેઓ બોલીવૂડના પણ જાણીતા કલાકાર બની ચૂક્યા છે. સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ વીરમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેઓ ઇલાકા, પ્યારી દાદી માં, ક્રાંતિવીર જેવી ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે.
તે જ રીતે મન કી આવાઝ પ્રતિજ્ઞા , મહાભારત અને ચંદ્રગુપ્ત મૌર્ય જેવા જાણીતા ટીવી શોઝમાં પણ રાજ પ્રેમીએ પોતાના અભિનયની છાપ છોડી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : તારક મહેતાના દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને, સિરીયલમાં પરત ફરશે ?
ભોજપુરી સિનેમાના દિગ્ગજ કલાકાર
ADVERTISEMENT
હિન્દી સિનેમા ઉપરાંત રાજ પ્રેમી ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ માનવામાં આવે છે. તેમણે પવન સિંહ અને ખેસારી લાલ યાદવ જેવા સુપરસ્ટાર્સ સાથે અનેક મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને ઈન્ડસ્ટ્રીના વેટરન એક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.