બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / Kaashi Raaghav Review: ફિલ્મ જોવા જતા પહેલા આ જરૂર વાંચી લેજો
Last Updated: 01:09 PM, 4 January 2025
આ શુક્રવારે બોક્સ ઓફિસ પર એક સાથે બે ગુજરાતી ફિલ્મો કાશી રાઘવ અને વિક્ટર 303 રિલીઝ થઈ છે. જેને કારણે ફરી એકવાર ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા છે કે બે ગુજરાતી ફિલ્મોની ક્લેશ કેમ અટકાવી શકાતી નથી. ખેર આ તો એક અલગ વિષય છે, પણ આજે વાત કરીએ દીક્ષા જોશી અને ધ જયેશ મોરે સ્ટારર ફિલ્મ કાશી રાઘવની. જો તમે ફિલ્મનું ટ્રેલર જોયું હશે, તો જરૂર તમને નવું નવું લાગ્યું હશે. કારણ કે આ ફિલ્મમાં કોલકાતાની ગલીઓ દેખાય છે, પીળી ટેક્સી દેખાય છે, બનારસના ગંગા ઘાટ દેખાય છે, કંઈક નવું દેખાય છે.
ADVERTISEMENT
જો કે, વાર્તામાંય અપેક્ષા હતી કે કંઈક નવું દેખાય. જયેશ મોરેની એન્ટ્રી પડે, ત્યારે થિયેટરમાં તાળીઓ પડે છે, સીટી વાગે છે. એટલે કે જયેશ મોરે આખી ફિલ્મમાં મજા તો કરાવે છે. તો દીક્ષા જોશીએ પણ જબરજસ્ત મહેનત કરી છે, બંગાળી એક્સેન્ટને પકડી છે. શ્રૃહદ ગોસ્વામી પણ પોતાનું પાત્ર સુપેરે નિભાવી ગયા છે. પરંતુ ફિલ્મની મૂળ ખામી વાર્તામાં છે. ફિલ્મ પૂરી થાય, ત્યારે આપણને થાય કે આ તો આપણે પહેલા જોઈ ચૂક્યા છીએ.ફિલ્મ જોયા બાદ સમજાતું નથી કે રાઘવ ફિલ્મનો હિરો હતો કે વિલન. તેના પ્રત્યે સહાનુભૂતિ રાખવી કે તેને ધિક્કારવો. ફિલ્મમાં તે કંઇક ને કંઇક વેચતો જ બતાવાયો છે, ક્યારેક બાળકી ક્યારેક તેની પત્ની તો ક્યારેક.. જવા દો સ્પોઈલ નથી આપવું. જે પ્રેમને પામવા માટે તેણે ખૂબ મહેનત કરી હતી તે પ્રેમને પામ્યા બાદ માત્ર તેના ઘરવાળાએ કહેલા અપમાનજનક શબ્દોને કારણે તેને વેચી દે અને સેક્સ વર્કર બનાવી દે તે વાત દર્શકોને કોઇ કાળે હજમ થાય એમ નથી. ફિલ્મમાં એવી ઘણી બાબતો છે જે ફિલ્મ જોનારા દર્શકોને ગળે ઉતરે તેમ નથી. .
ADVERTISEMENT
ફર્સ્ટ હાફ એકદમ મજબૂત
એવું નથી કે વાર્તા સાવ ખરાબ છે, એક સરસ દમદાર એન્ડ મળી શક્તો હતો, ગૂઝબમ્પ મોમેન્ટ્સ ક્રિએટ થઈ શકે એવી તક હતી, પરંતુ વાર્તા બરાબર ગોઠવાઈ ન હોય, ફિલ્મ બરાબર કહેવાઈ ન હોય તેવું લાગી રહ્યું છે. ડિરેક્ટર ડેબ્યુટન્ટ છે, એટલે થોડું જતુ કરી શકીએ, પણ જ્યારે દર્શકો પૈસા ખર્ચીને ફિલ્મ જોવા જતા હોય, ત્યારે થોડીક અપેક્ષાઓ તો હોય જ છે. ફર્સ્ટ હાફ સ્ટોરી સાથે જકડી રાખવામાં એકંદરે સફળ થાય છે.. પરંતુ સેકન્ડ હાફ એટલો નબળો છે કે ફર્સ્ટ હાફની જમાવટ પર સંપૂર્ણ પાણી ફેરવી દે છે. ફિલ્મનો સેકન્ડ હાફ શરૂ થાય ત્યારે એવું લાગે કે આ એક અચાનક નવી ફિલ્મ શરૂ થઈ ગઈ કે શું? કદાચ દર્શકો માટે આ એક વાત સરપ્રાઈઝ એલિમેન્ટ તરીકે કામ કરી પણ શકે.
તો ફિલ્મ જોવી કે ન જોવી ?
ના એવું પણ બિલકુલ નથી ફિલ્મમાં એવી ઘણી બાબતો છે જે ગમે તેવી છે. ફિલ્મમાં કેમેરાવર્ક અદભુત છે. પ્રથમવાર ફિલ્મ બનાવવા છતા ધ્રુવ ગોસ્વામી ઘણીખરી જગ્યાએ દ્રશ્યોને બિલકુલ નેચરલ અને વાસ્તવિક બનાવવામાં સફળ થયા છે. બાળકીનું ગુમ થવું. બાળકીનો રાઘવ સાથેનો લગાવ, બાળકીને શોધતી અને તેના માટે તરફડતી માતાના પાત્રમાં દીક્ષા જોશીનો અભિનય દાદ માંગી લે તેવો છે. વત્સલ અને કવનનું સંગીત સાંભળવું ગમે તેવું છે. રેખા ભારદ્વાજનાં અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ લોરી સોન્ગ "નીંદરું” અને અત્યંત પ્રખ્યાત જુબિન નૌટિયાલના અવાજમાં ગવાયેલું માં ગંગા સોંગ દર્શકોને ફિલ્મ સાથે કનેક્ટેડ રાખે છે. જો આપ બહુ મગજનો ઉપયોગ કર્યા વગર માત્ર મનોરંજન માટે ફિલ્મ જોવા જવા માંગતા હોવ સારુ ગીત-સંગીત, શ્રેષ્ઠ કેમેરા વર્ક અને બનારસના નયનરમ્ય દ્રશ્યો વિશાળ પરદા પર ડ્રોન કેમેરાની નજરે જોવા માંગતા હોવ તો આપ આ ફિલ્મ જોવા જઇ શકો છો.
આ ફિલ્મ કંઈક નવું કરવાનો એક 'સારો પ્રયાસ' છે. હવે ગુજરાતી દર્શકો તરીકે એટલી ઈચ્છા આપણે બધા રાખીએ કે ગુજરાતી ફિલ્મ સારા પ્રયાસથી આગળ વધીને મજા કરાવે.
આ પણ વાંચોઃ 'મને માં પસંદ હતી, દિકરી નહીં..', શ્રીદેવી સાથે જ્હાન્વીની સરખામણી પર બોલિવૂડ ડિરેક્ટરનું ચોંકાવનારુ નિવેદન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT