ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ''કપડાં ઉતારીને તો કોઇ પણ ફેમસ...'', આખરે જાણીતી એક્ટ્રેસ કોની પર ભડકી?

મનોરંજન / ''કપડાં ઉતારીને તો કોઇ પણ ફેમસ...'', આખરે જાણીતી એક્ટ્રેસ કોની પર ભડકી?

Published By: Nidhi Panchal

Last Updated: 11:36 AM, 24 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સમયની લોકપ્રિય ટીવી અભિનેત્રી અનિતા કંવલે હવે ઇન્ડસ્ટ્રીમાં મળતી અવગણના અને એકલતાને લઈને દિલ તોડી નાખે તેવો ખુલાસો કર્યો છે. 40 વર્ષ સુધી કામ કર્યા બાદ પણ આજે પોતે ભૂલાઈ ગઈ હોવાનું કહી તેમણે સોશિયલ મીડિયા યુગ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

ADVERTISEMENT

TV અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાર દાયકાથી વધુ સમય સુધી કામ કરનારી અભિનેત્રી અનિતા કંવલ આજે ફરી ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે કોઈ નવા શો કે ફિલ્મને કારણે નહીં. 72 વર્ષની વયે અનિતાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના જીવન અને કારકિર્દી વિશે વાત કરતાં દિલને સ્પર્શી જાય એવા ખુલાસા કર્યા છે. એક સમયે TVના સૌથી પ્રિય પાત્ર કલાકારોમાં ગણાતી અનિતા હવે પોતાને એકલતા અને અવગણનાનો શિકાર ગણાવે છે. તેમણે ભાવુક થઈને કહ્યું કે, “હવે મને એવું લાગે છે કે લોકો મને ભૂલી ગયા છે. ક્યારેક તો પોતાનો જીવ લઈ લેવાનું મન થાય છે.”

3

હજી પણ કામ માટે સંઘર્ષ

અનિતા કંવલ લાંબા સમય સુધી TV ઇન્ડસ્ટ્રીનો મહત્વનો ભાગ રહી ચૂકી છે. તેમણે ‘બનેગી અપની બાત’, ‘સોનપરી’ જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું. ઉપરાંત, તેઓ શાહરૂખ ખાનની ફિલ્મ ‘કભી હાં કભી ના’ અને ‘જુનૂન’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. પરંતુ હવે લાંબી કારકિર્દી બાદ પણ તેમને કામ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

કપડાં ઉતારીને પણ ફેમસ

એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનિતાને પૂછવામાં આવ્યું કે આજકાલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને લાખો ફોલોઅર્સ હોવાને કારણે વધુ તકો મળે છે કે નહીં? તેના જવાબમાં અનિતાએ ભારે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “આ સૌથી ખરાબ અને ડરામણી વાત છે. આજકાલ ઇન્સ્ટાગ્રામ મહત્વનું બની ગયું છે. કોઈ વ્યક્તિ માત્ર કપડાં ઉતારીને પણ ફેમસ થઈ શકે છે, પરંતુ તેમની અંદર અસલી પ્રતિભા ક્યાં છે?”

22222222222

વઘારે ફોલોઅર્સ ધરાવતા લોકોને મહત્વ

અનિતાએ આગળ જણાવ્યું કે કાસ્ટિંગ ડિરેક્ટરો ભલે જાહેરમાં ઇન્સ્ટાગ્રામને મહત્વ ન આપવાની વાત કરે, પરંતુ હકીકતમાં તેઓ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ ધરાવતા લોકોને વઘારે મહત્વ આપે છે. તેમણે કહ્યું કે, “અમે 40-45 વર્ષ સુધી મહેનત કરી, મોટા દિગ્દર્શકો સાથે કામ કર્યું, પરંતુ હવે એ બધાનો કોઈ અર્થ રહ્યો નથી.”

આ પણ વાંચો : ના હોય! તો શું આ વખતે 'હેરાફેરી 3'માં બાબુ ભૈયા નહીં હોય? પરેશ રાવલનો મોટો નિર્ણય

અભિનેત્રીએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી પણ આજે તેમને ઓડિશન આપવા અને પોતાનો પરિચય આપવો પડે છે. આ વાત તેમને અંદરથી ખૂબ દુઃખ પહોંચાડે છે. અનિતાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકો તેમની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે અને મનોરંજન ઉદ્યોગની બદલાતી પરિસ્થિતિ પર ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Influencers Anita Kanwal TV Industry

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ