ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ના હોય! તો શું આ વખતે 'હેરાફેરી 3'માં બાબુ ભૈયા નહીં હોય? પરેશ રાવલનો મોટો નિર્ણય

બોલીવૂડ / ના હોય! તો શું આ વખતે 'હેરાફેરી 3'માં બાબુ ભૈયા નહીં હોય? પરેશ રાવલનો મોટો નિર્ણય

Published By: Priykant Shrimali

Last Updated: 10:12 AM, 24 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hera Pheri 3 : હવે ફરી એકવાર ફિલ્મને લઈને એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે ‘બાબુ ભૈયા’ તરીકે લોકપ્રિય બનેલા અભિનેતા પરેશ રાવલ કદાચ આ ફિલ્મનો ભાગ નહીં રહે, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકે

ADVERTISEMENT

Hera Pheri 3 : બોલીવુડની સૌથી લોકપ્રિય કોમેડી ફિલ્મોમાંથી એક ગણાતી ‘હેરાફેરી’ સિરીઝ ફરી એકવાર ચર્ચામાં આવી છે. વાસ્તવમાં ‘હેરાફેરી 3’ની જાહેરાત બાદથી જ ફિલ્મ સતત કોઈને કોઈ વિવાદને કારણે સમાચારમાં રહી છે. હવે ફરી એકવાર ફિલ્મને લઈને એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે ‘બાબુ ભૈયા’ તરીકે લોકપ્રિય બનેલા અભિનેતા પરેશ રાવલ કદાચ આ ફિલ્મનો ભાગ નહીં રહે. આ સમાચાર સામે આવતા જ ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે, કારણ કે બાબુ ભૈયા વગર ‘હેરાફેરી’ની કલ્પના કરવી પણ ઘણા માટે મુશ્કેલ બની ગઈ છે.

શું છે સમગ્ર મામલો ?

નોંધનીય છે કે, ફિલ્મ પહેલેથી જ કૉપિરાઇટ અને કાનૂની મુદ્દાઓને લઈને અટવાઈ ગઈ છે. લાંબા સમયથી શૂટિંગ શરૂ થવાની રાહ જોવાઈ રહી છે, પરંતુ સતત ઊભી થતી મુશ્કેલીઓના કારણે પ્રોજેક્ટ આગળ વધી શકતો નથી. હવે પરેશ રાવલ ફરીથી ફિલ્મમાંથી અલગ થવાની ચર્ચાએ નિર્માતાઓની ચિંતા વધારી દીધી છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ‘બાબુ ભૈયા વગર હેરાફેરી નહીં’ જેવા કોમેન્ટ્સ જોવા મળી રહ્યા છે.

હવે જો આપણે મીડિયા અહેવાલોનું માનીએ તો પરેશ રાવલે ફિલ્મ માટે મળેલી સાઇનિંગ રકમ વ્યાજ સાથે પરત કરી દીધી હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમની કુલ ફી લગભગ ₹15 કરોડ નક્કી કરવામાં આવી હતી, પરંતુ કરારની કેટલીક શરતો અંગે તેઓ સંતુષ્ટ નહોતા. ખાસ કરીને બાકી રકમ ફિલ્મ રિલીઝ પછી મળવાની શરતને લઈને અભિનેતાએ અસહમતિ દર્શાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે ફિલ્મનું શૂટિંગ અને રિલીઝ હજુ લાંબા સમય સુધી લંબાઈ શકે છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે.

આ માત્ર ચર્ચા સત્તાવાર નિવેદન બાકી

નોંધનીય છે કે, આ દરમિયાન ફિલ્મના મુખ્ય કલાકારો વચ્ચે મતભેદો દૂર થઈ ગયા હોવાની વાત પણ સામે આવી હતી. જોકે, નવી માહિતી મુજબ સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. નિર્માતાઓ કે પરેશ રાવલે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ ચર્ચાઓએ ફિલ્મને ફરી વિવાદોના કેન્દ્રમાં લાવી દીધી છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મનું ટીઝર પહેલેથી જ શૂટ થઈ ગયું છે, જેના કારણે ચાહકોમાં વધુ ઉત્સુકતા વધી છે.

હવે જાણો અક્ષય કુમારે શું કહ્યું ?

આ તરફ અક્ષય કુમારે પણ તાજેતરમાં ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, 'હેરાફેરી 3’ હજી સંપૂર્ણ રીતે શરૂ થઈ નથી અને ઘણા મુદ્દાઓ ઉકેલવાના બાકી છે. તેમણે ઈશારો આપ્યો કે, ફિલ્મ સાથે ઘણી ટેકનિકલ અને પ્રોડક્શન સંબંધિત મુશ્કેલીઓ જોડાયેલી છે. જોકે તેમણે આ પણ સ્પષ્ટ કર્યું કે, ત્રણેય મુખ્ય કલાકારો વચ્ચે કોઈ મોટો ઝગડો નથી. આ નિવેદન બાદ ચાહકો આશા રાખી રહ્યા છે કે ફિલ્મ ફરી પાટા પર આવી શકે.

આ પણ વાંચો : એશ્વર્યા કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કારપેટ બ્લૂ કલરના સુંદર ગાઉનમાં જોવા મળી!

‘હેરાફેરી’ માત્ર એક ફિલ્મ નહીં પરંતુ ચાહકો માટે એક ઈમોશન સમાન છે. રાજુ, શ્યામ અને બાબુ ભૈયાની ત્રિપુટી આજે પણ લોકોના દિલમાં જીવંત છે. જો પરેશ રાવલ ખરેખર ફિલ્મમાંથી દૂર રહેશે, તો નિર્માતાઓ માટે ચાહકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી મોટો પડકાર બની શકે છે. હવે સૌની નજર સત્તાવાર જાહેરાત પર ટકેલી છે કે આખરે ‘હેરાફેરી 3’માં બાબુ ભૈયા જોવા મળશે કે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Paresh Rawal Hera Pheri 3 Akshay Kumar

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ