ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Food and Recipe / Eat rich dates, there will be huge benefits

સ્વાસ્થ્ય / ભરપૂર ખાઈ લો ખજુર, થશે અઢળક ફાયદા

Published By: Juhi

Last Updated: 07:32 PM, 4 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખજુરમાં એવા પૌષ્ટિક ગુણોનો ખજાનો છે કે તેને કોઇ પણ સીઝનમાં ખાવી આરોગ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ઠંડીની સીઝનમાં તો ખજુર ખુબ જ ખવાય છે. ખાસ કરીને મહિલોઓએ તો રોજ થોડી ખજુર ખાવી જ જોઇએ. ખજુરને ડાયેટમાં સામેલ કરવાથી તેના ઘણા લાભ થઇ શકે છે

ADVERTISEMENT

  • ઘણા પ્રકારના એમિનો એસિડથી ભરપુર ખજુર ફાઇબર્સનો ખજાનો છે. તે તમારી હેલ્થ માટે ફાયદાકારક છે અને તમારા પાચનતંત્રને પણ મજબુત બનાવે છે. પાચનતંત્રને એક્ટિવ કરવામાં પણ સહાયક છે.
  • તેમાં મળતુ પોટેશિયન ભોજનને સારી રીતે પચાવવામાં મદદ કરે છે અને ડાયેરિયા જેવી સમસ્યા થતા પણ ખજુરનો ઉપયોગ કરવો એક બહેતર વિકલ્પ તરીકે જોવાય છે.
  • ગર્ભવતી મહિલાઓને એનિમિયા થયો હોય તો પણ તે કારગત છે. તેમાં કેલ્શિયમ અને આયરનની ભરપુર માત્રા હોય છે જે શરીરમાં હિમોગ્લોબિના સ્તરને વધારવામાં મદદ કરે છે અને શરીરને આવશ્યક ઉર્જા પણ આપે છે.
  • મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, વિટામીન બી5, વિટામીન 63 અને સેલેનિયમથી ભરપુર હોવાના કારણે તે હાડકા અને દાંતને મજબુત બનાવવામાં મદદ કરે છે અને આંતરડામાં થતા ઇન્ફેક્શનથી બચાવે છે.
  • સાંધામા દુખાવો થાય ત્યારે રોજ થોડી માત્રામાં ખજુરનુ સેવન કરવાથી લાભ થાય છે. તેનાથી કેલ્શિયમની કમી પણ પુરી થાય છે. કબજિયાતમાં પણ ખજુરનું સેવન લાભદાયક છે. તેમાં ખુબજ ફાઇબર અને અન્ય પોષકતત્વો હોય છે જે કબજિયાત દુર કરે છે.
  • દિલ અને દિમાગ બંને માટે ખજુર લાભદાયક છે. તેમા રહેલા વિટામીન્સ, મિનરલ્સ અને અન્ય પોષકતત્વો મગજને સક્રિય રાખે છે અને હ્રદયની બિમારીના ખતરાને ઘટાડે છે.
  • ખજુરમાં પ્રાકૃતિક શર્કરા મળી આવે છે જે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝના રુપમાં હોય છે. તે શરીરમાં ઉર્જાના સ્તરને વધારે છે. દિવસમાં તેનો પ્રયોગ તમને ઉર્જાવાન રાખે છે.
  • આંખો માટે પણ ખજુર ખુબ સારી ગણાય છે. તેમા વિટામીન એ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વ ભરપુર પ્રમાણમાં હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Dates lifestyle ખજૂર ખજૂરના ફાયદા Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ