બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

VTV / ભારત / Earthquake Tremors Felt In Delhi, Nearby Areas

આફત / BIG BREAKING : ઉત્તર ભારતમાં 6.2ના મોટા ભૂકંપથી હડકંપ, 1000 કિમી દૂર નીકળ્યું કેન્દ્રબિંદુ, મચી ભાગમભાગ

Hiralal

Last Updated: 03:24 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ભારતમાં રાજ્યોમાં 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવતાં હડકંપ મચ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ દિલ્હીથી 1000 કિમી દૂર અફઘાનિસ્તાનમાં નીકળ્યું હતું.

  • દિલ્હી-એનસીઆરમાં 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ
  • અફઘાનિસ્તાન નીકળ્યું કેન્દ્રબિંદુ 
  • પાકિસ્તાનના એક શહેરો પણ ધણધણી ઉઠ્યાં 
  • દિલ્હીમાં છાસવારે આવે છે ભૂકંપ 

ગુરૂવારે પંજાબ સહિત દિલ્હી-એનસીઆર, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા હતા. હજી સુધી કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું ફૈઝાબાદ હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2ની તીવ્રતા હતી. 

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના પીર પંચાલ વિસ્તારની દક્ષિણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકા માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. અહીંથી આવી જ કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં લોકો પોતાના ઘર અને ઓફિસની બહાર ભાગતા જોવા મળી રહ્યા છે.

પાકિસ્તાનના અનેક શહેરો ધણધણી ઉઠ્યાં
અફઘાનિસ્તાનના કેન્દ્રબિંદુવાળા 6.2ના ભૂકંપને કારણે ઉત્તર ભારતના રાજ્યોની ઉપરાંત પાકિસ્તાનના પણ અનેક શહેરો ધણધણી ઉઠ્યાં હતા. પાકિસ્તાનના લાહોર, ઈસ્લામાબાદ, કરાંચી સહિતના શહેરોમાં પણ ધરતી ધ્રૂજી હતી. 

શા માટે આવે છે ધરતીકંપ  
વૈજ્ઞાનિક રીતે સમજવા માટે આપણે પૃથ્વીની સંરચનાને સમજવી પડશે. પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે પ્રવાહી લાવા છે અને તેના પર ટેક્ટોનિક પ્લેટો તરતી રહે છે. ઘણી વખત આ પ્લેટ એકબીજા સાથે ટકરાઈ જાય છે. વારંવારની ટક્કરને કારણે ઘણી વખત પ્લેટોના ખૂણા વળી જાય છે અને વધુ દબાણ આવે ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં નીચેથી નીકળતી ઊર્જા બહારની તરફ જવાનો માર્ગ શોધી કાઢે છે. જ્યારે આ કોઈ ખલેલ પેદા કરે છે, ત્યારે તે પછી ધરતીકંપ આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake Delhi delhi Earthquake news delhi earthquake Delhi earthquake
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ