બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / સુરત / ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના 6 ગેમિંગ ઝોન ઝડપાયા

અગ્નિકાંડ / ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના 6 ગેમિંગ ઝોન ઝડપાયા

Last Updated: 12:45 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ગેમિંગ ઝોનમાં આગની ઘટના બાદ હવે રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ તંત્ર હરકતમાં આવી ગયું છે. મહાનગરપાલિકાઓના ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ ગેમ ઝોનમાં પહોંચી ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરવામાં આવી છે.

સુરત: રાજકોટમાં આગની દુર્ઘટના બાદ સુરતમાં તંત્ર સતર્ક થઈ ગયું છે. સુરતમાં ગેમઝોનની તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ સુરતમાં મહાનગરપાલિકાની ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરની સાથે આરોગ્ય અને ફાયર અધિકારીઓ જોડાયા હતા.બેઠકમાં નક્કી કરાયું હતું કે સુરતમાં રજિસ્ટર્ડ તમામ 17 ગેમ ઝોનની તપાસ કરવામાં આવશે. NOC નહીં હોય તેવા ગેમ ઝોન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે SMC, ફાયર અને પોલીસની હાઈલેવલ કમિટીનું ગઠન કરવાનું પણ નક્કી કરાયું છે.

સુરતમાં અલગ-અલગ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ

સુરતનું ફાયર વિભાગ પણ આ ઘટના બાદ સફાળુ જાગ્યું છે. સુરતમાં મહાનગરપાલિકા, પોલીસ અને ફાયરની ટીમે શહેરના અલગ-અલગ ગેમઝોનમાં પહોંચી ફાયર સેફ્ટીના સાધનોનું ચેકિંગ હાથ ધર્યુ છે. 17 ગેમિંગ ઝોનમાંથી 6 ગેમ ઝોન ફાયર NOC વગરના મળી આવ્યા છે. ફાયર NOC વગરના ગેમઝોનને બંધ કરવામાં આવ્યા છે. આ સિવાય હજુ 11 ગેમિંગ ઝોન પર તંત્ર દ્વારા તપાસ ચાલુ છે. સુરતમાં પણ ગેમ ઝોન પતરાના શેડમાં બનેલા અને તમામ ગેમમાં ઇલેક્ટ્રીક સાધનો હોવાનું સામે આવ્યું હતું. અહીં છત પર થર્મોકોલની સીટ દ્વારા કવર કરાયું હોવાનું જોવા મળ્યું હતું.

ભાવનગરનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું

રાજકોટના ગેમઝોન ઘટના બાદ ભાવનગરનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ભાવનગર મહાનગર પાલિકા કમિશ્નરના આદેશથી શહેરના તમામ ગેમઝોનમાં ચેકિંગ શરૂ કર્યું છે. ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ પોલીસ, PGVCLના અધિકારીઓેએ ચેકિંગ હાથ ધર્યું, જેમાં ગેમઝોનમાં નિયમ મુજબ બાંધકામો, ફાયર સેફટી મામલે તપાસ હાથ ધરાઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ગેમઝોનમાં તપાસ કરાશે. તપાસ દરમિયાન કોઈ જગ્યાએ નિયમ વિરુદ્ધ ગેમઝોન મળશે તો તેની સામે કાર્યવાહી હાથ ધરાશે.

વધુ વાંચો: રાજકોટ TRP ગેમઝોનમાં ઘોર બેદરકારી હોવાનો ખુલાસો, ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાનો દાવો

વડોદરા-અમદાવાદમાં પણ ઘેરા પ્રત્યાઘાત

રાજકોટની ઘટનાના વડોદરામાં પણ ઘેરા પડઘા પડ્યા. વડોદરામાં ફન બ્લાસ્ટ, ઇવા મોલ અને ઇન ઓરબીટ તાત્કાલીક બંધ કરાવી દેવાયા. અહીં તમામ ગેમ ઝોન ફાયર સેફ્ટીની ચકાસણી બાદ જ ચાલુ કરાશે. એટલું જ નહીં તપાસમાં કોઈ ખામી બહાર આવશે તો કડક પગલા લેવામાં આવશે. બીજી તરફ અમદાવાદમાં સિંધુ ભવન ખાતે ફન બ્લાસ્ટમાં ચેકિંગ હાથ ધરાયું હતું. અને ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં, સાધનો છે તો તે કાર્યરત છે કે કેમ તે બધી જ વસ્તુઓની ચકાસણી કરાઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Fire Safety Checking Surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ