બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ TRP ગેમઝોનમાં ઘોર બેદરકારી હોવાનો ખુલાસો, ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાનો દાવો
Last Updated: 12:05 PM, 26 May 2024
રાજકોટ: રાજકોટમાં શનિવારે ગેમ ઝોનમાં લાગેલી આગમાં 9 બાળકો સહિત 34 લોકોના મોત થયા છે. ત્યારે રાજકોટ TRP ગેમઝોનમાં સેફ્ટીમાં ઘોર બેદરકારી હોવાનો ખુલાસો થયો છે. ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાનો ફાયર સેફ્ટી એક્સપર્ટે દાવો કર્યો છે.
ADVERTISEMENT
રાજકોટમાં અગ્નિકાંડમાં લાલીયાવાડી સામે આવી
TRP ગેમઝોનમાં ફાયર સેફ્ટીના નામે માત્ર મીંડુ જ હોવાનો ફાયર એક્સપર્ટનો દાવો છે. TRP ગેમઝોનમાં ફાયર સેફ્ટી માત્ર કાગળ પર હોવાનો એક્સપર્ટે આક્ષેપ કર્યો છે. ફાયર સેફ્ટી એક્સપર્ટે જણાવ્યું કે ફાયર સેફ્ટીના સાધનો નિયમ કરતા વધુ ઉંચાઈએ લગાવાયા હતા. એક્સપર્ટે જણાવ્યું કે લોકો સહેલાઈથી પહોંચી શકે તે માટે ફાયર સેફ્ટી 3 ફૂટ પર હોવી જોઈએ. ગેમઝોનમાં ફાયર એક્સટીંગ્યુશર 3 ફૂટથી વધુ ઉંચાઇએ રખાયા હતા. મોટી જગ્યામાં ફાયર એક્સટિંગ્વિશરથી કામગીરી ન થઈ શકે. મોટી જગ્યામાં આગ પર કાબૂ મેળવવા ફાયર હાઈડ્રેન્ટ સિસ્ટમ હોવી જરૂરી હોય છે. જયારે TRP ગેમઝોનમાં ફાયર હાઈડ્રેન્ટ સિસ્ટમની કોઈ વ્યવસ્થા ન હતી.
ADVERTISEMENT
ફાયર સેફ્ટી એક્સપર્ટે જણાવ્યું કે ફાયરની સિસ્ટમમાં દર વર્ષે પ્રેશર રિફીલીંગ કરાવવું જરૂરી હોય છે. પરંતુ પ્રેશર રિફીલીંગની કામગીરી માત્ર કાગળ પર જ હતી. પેટ્રોલ-ડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થો માટે અલગ લાયસન્સ જરૂરી હોય છે. પેટ્રોલીયમ લાયસન્સ જરૂરી હોય, જેનું કોઈ આઇડેન્ટીફીકેશન ન હતું. મોટી જગ્યામાં બર્ડ હોલની સુવિધા હોવી જોઈએ, એ પણ ન હતી. TRP ગેમઝોનમાં ફાયર અલાર્મ સિસ્ટમ પણ ન હતી. દુર્ઘટના સમયે બહાર નીકળવાનો સોર્સ માત્ર એક જ હતો. દરવાજા અંદર ખુલે તેવા હતા જે બહાર ખુલતા હોવા જોઇએ. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે TRP ગેમઝોનમાં ફાયર સેફ્ટી માત્ર નામની જ હતી.
વધુ વાંચો: રાજકોટના TRP ગેમઝોનમાં મોતનું તાંડવ! અગ્નિકાંડમાં અત્યાર સુધી શું થયું, જાણો સમગ્ર ઘટનાક્રમ
માહિતી અનુસાર, TRP ગેમ ઝોન પાસે ફાયર સેફ્ટીના સાધનો હતા. પરંતુ બેદરકારી એ જોવા મળી કે આ ફાયર સેફટીના સાધનો સીલ પેક હાલતમાં હતા. તેને કાર્યરત કરવાની તસ્દી આ લોકોએ લીધી ન હતી. રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.