બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / રાજકોટના TRP ગેમઝોનમાં મોતનું તાંડવ! અગ્નિકાંડમાં અત્યાર સુધી શું થયું, જાણો સમગ્ર ઘટનાક્રમ

ટાઈમલાઇન / રાજકોટના TRP ગેમઝોનમાં મોતનું તાંડવ! અગ્નિકાંડમાં અત્યાર સુધી શું થયું, જાણો સમગ્ર ઘટનાક્રમ

Priyakant

Last Updated: 11:37 AM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Game Zone Fire Latest News : અનેક મૃતદેહોની ઓળખ થઈ તો અનેકની ઓળખ હજી પણ ચાલી રહી છે, ભયાનક આગને કારણે લોકો શબને ઓળખવામાં પણ પડી રહી છે મુશ્કેલી, હવે મૃતદેહોના DNAના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

Rajkot Game Zone Fire : 25 મે 2024 અને શનિવાર આ દિવસ રાજકોટ સહિત ગુજરાત માટે કારમો દિવસ સાબિત થયો. રાજકોટના TRP ગેમ ઝોનમાં સાંજના 5:30 વાગ્યા આસપાસ લાગેલી આગને કારણે 12 જેટલા માસૂમ બાળકો સહિત 30થી વધુ લોકો મોતને ભેટ્યા. આ તરફ અનેક મૃતદેહોની ઓળખ થઈ તો અનેકની ઓળખ હજી પણ ચાલી રહી છે. ભયાનક આગને કારણે લોકોના શબને ઓળખવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જેને લઈ હવે મૃતદેહોના DNAના સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે અને આ DNA સેમ્પલનો રિપોર્ટ 48 કલાક બાદ આવશે.

રાજકોટના કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં ગઇકાલે સાંજના સમયે ભયાનક આગ લાગી હતી. વેકેશન અને વિકેન્ડની મજા માણવા ગયેલા 30થી વધુ લોકો મોતને ભેટ્યા છે. માહિતી પ્રમાણે માત્ર 30 જ સેકન્ડમાં આખેઆખો ગેમઝોન સળગી ઉઠ્યો હતો. આ તરફ ભયંકર આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા.

DNAના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

રાજકોટમાં TRP ગેમઝોનની આગમાં મૃતકોના DNAના સેમ્પલ મોકલાયા છે અને આ DNA સેમ્પલનો રિપોર્ટ 48 કલાક બાદ આવશે. એટલે કે બે દિવસ પછી ખબર પડશે કે મૃતકોના પરિવારજનો કોણ છે. 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે અને AIIMSમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. સાથે જ 11 મૃતદેહ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે. આ તરફ આગની તપાસ માટે રાજ્ય સરકારે ADGP CID સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 સભ્યોની ટીમ બનાવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આગ ઇલેક્ટ્રિકલ કારણોસર લાગી હતી અને આ માટે ફાયર વિભાગ પાસેથી NOC લેવામાં આવી ન હતી.

રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં કેમ લાગી આગ?

ગેમિંગ ઝોનમાં રબર-રેક્સિન ફ્લોર હતું. અહીં જનરેટર માટે 1500 લિટર ડીઝલ રાખવામાં આવ્યું હતું. આ સિવાય ગો કાર રેસિંગ માટે 1000 લિટર ડીઝલ હતું. ગેમિંગ ઝોનમાં કારના ટ્રેકની કિનારે ટાયર રાખવામાં આવ્યા હતા અને શેડમાં થર્મોકોલની ચાદર લગાવવામાં આવી હતી. ત્રણ માળના સ્ટ્રક્ચરમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે સીડી હતી. મોટી સંખ્યામાં લોકો એકસાથે બહાર નીકળી શક્યા ન હતા. ગેમિંગ ઝોનમાં અચાનક આગ નીચેથી ઉપર સુધી ફેલાઈ ગઈ. આ દરમિયાન બીજા અને ત્રીજા માળે હાજર લોકો બહાર આવી શક્યા ન હતા. પ્રવેશ અને બહાર નીકળવા માટે 6-7 ફૂટનો એક જ રસ્તો હતો. અહીં એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ રાખવામાં આવી હતી, જેના કારણે મોટી ભીડ એકઠી થઈ હતી. આગને કારણે સમગ્ર ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો હતો. 3 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના બાદ ગુજરાતના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

વધુ વાંચો : રાજકોટ દુર્ઘટનાને લઈ હાઈકોર્ટમાં સુઓમોટોની અપીલ, એડવોકેટ એસોસિએશનના પ્રમુખે કરી અરજી

રાજકોટ TRP ગેમઝોન આગ દુર્ઘટનામાં અત્યાર સુધી શું-શું થયું ?

  • 5:37 PM: ગેમ ઝોનમાં આગની ઘટના
  • 5:38 PM: આગના કારણે નાસભાગ મચી ગઈ
  • 5:45 PM: ફાયર બ્રિગેડને ફોન આવ્યો
  • 5:50 PM: ચીફ ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા
  • 5:55 PM: આગ ગંભીર બની ગઈ છે
  • 6:00 PM: ફાયર વિભાગ આગ ઓલવવાનું ચાલુ રાખે છે.
  • 6:01 PM: ઘાયલો અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા.
  • 6:20 PM: કલેક્ટર અને પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા
  • 7:15 PM: આગમાં ચાર લોકોના મોત
  • 7:20 PM: બે મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
  • 7:22 PM: આખો ગેમ ઝોન બળીને રાખ થઈ ગયો.
  • 7:29 PM: 4 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
  • 7:32 PM: ચીફ ફાયર ઓફિસરે 6 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી
  • 7:47 PM: ભીષણ આગમાં 8ના મોત
  • 7:55 PM: આગમાં દાઝી ગયેલા 8 મૃતદેહો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા.
  • 8:05 PM: 17 મૃતદેહો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
  • 8:15 PM: સિવિલ હોસ્પિટલમાં ભીડ વધી
  • 8:25 PM: 20 મૃતદેહો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
  • 11:15 PM: કુલ 28 મૃતદેહો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા.
  • 2:38 AM: ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ ઘટનાસ્થળે પહોંચ્યા.
  • 3:15 AM: કલેક્ટર કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
  • સવારે 4:00 કલાકે: વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક
  • સવારે 8 વાગ્યા આસપાસ CM ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા
  • સવારે 8:40 આસપાસ CMએ આગકાંડના ઘાયલોની મુલાકાત લીધી
  • સવારે 09:38 આસપાસ CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટ AIIMS પહોંચ્યા
  • સવારે 10:41 વાગ્યે એક જ પરિવારના 7 બાળકોમાંથી 5 બાળકો લાપતા હોવાનું સામે આવ્યું

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Game Zone Fire Rajkot Fire incident Game zone Fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ