ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / Whatsapp પર ચેટિંગ કરતા-કરતા કરો બમ્પર કમાણી! એક-બે નહીં 5 રીત તમારા કામની

ટેક / Whatsapp પર ચેટિંગ કરતા-કરતા કરો બમ્પર કમાણી! એક-બે નહીં 5 રીત તમારા કામની

Published By: Nirav Kumar

Last Updated: 12:54 AM, 8 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે, WhatsApp પરથી તમે 5 પ્રકારે કમાણી કરી શકો છો? આજે અમે તમને તે વિશે માહિતી આપીશું.

ADVERTISEMENT

WhatsApp હવે પહેલાની માફક માત્ર ચેટિંગ, ફાઈલ સેન્ડ કરવાનું કે પછી સ્ટેટસ અપડેટ કરવાનું માધ્યમ નથી રહ્યું તેમાંથી હવે આપણે પૈસા પણ કમાઈ શકીએ છીએ. જો તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવામાં આવે તો દર મહિને તમે ખુબ રૂપિયા કમાઈ શકો છે. ચાલો જાણીએ WhatsApp દ્વારા કમાણી કરવાની રીત વિશે.

  • WhatsApp Business થી કરો વેચાણ
    જો તમારી પાસે કપડાં, ઘરેણાં કે હાથથી બનાવેલી કોઈ વસ્તુઓ કે પછી ડિજિટલ સર્વિસ હોય તો તમે WhatsApp Business એપનો ઉપયોગ કરી શકો છો.  WhatsApp Business દ્વારા તમારી પોતાની નાની ઓનલાઈન દુકાન ચાલવી શકો છો.  જ્યાં તમે તમારી પ્રોડક્ટના ફોટા અને કિંમતો એડ કરીને સીધા WhatsApp પર કસ્ટમરનો ઓર્ડર લઇ શકો છો.
  • કસ્ટમર સપોર્ટ કે સર્વિસ હેન્ડલિંગથી નોંકરી
    અત્યારે અનેક નાના અને મોટા વ્યવસાયો તેમની કસ્ટમર સપોર્ટ સિસ્ટમ્સ WhatsApp પર શિફ્ટ કરી રહ્યા છે. જો તમારી પાસે કોમ્યુનિકેશન સ્કીલ હોય તો તમે WhatsApp કસ્ટમર સપોર્ટ એજન્ટ તરીકે ઘરેથી કામ કરી શકો છો. એના માટે અનેક કંપનીઓ પાર્ટ-ટાઇમ નોકરીઓ ઓફર કરે છે. જેમાં તમારે માત્ર ચેટ પર કસ્ટમરને મદદ કરવાની હોય છે અને બદલામાં તમને દર મહિને પગાર કે ઇન્સેટીવ મળે છે.

  • Freelancing અને Promotion
    જો તમે કન્ટેન્ટ રાઇટિંગ, ડિઝાઇનિંગ, માર્કેટિંગ કે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ જેવી ફ્રીલાન્સ સર્વિસ આપતા હોવ તો WhatsApp બેસ્ટ પ્રમોશનલ ટૂલ છે. તમે તમારા ગ્રૂપ, બ્રોડકાસ્ટ લિસ્ટ કે સ્ટેટસ દ્વારા તમારા કામનો પ્રચાર કરી શકો છો. અનેક કસ્ટમર  WhatsApp દ્વારા સીધા જ ખરીદી કરે છે, જે વ્યવહાર ઝડપી અને વિશ્વસનીય હોય છે.
  • WhatsApp Channel થી બનાવો ઓડિયન્સ

WhatsApp Channel કન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર માટે એક બેસ્ટ ચાન્સ છે. જો તમારી પાસે કોઈ ખાસ જાણકારી સ્કીલ હોય, જેમ કે ટેક ન્યૂઝ, ઇન્સ્પીરેશન, શિક્ષણ કે સ્પોર્ટ્સ તો તમે ચેનલ બનાવી શકો છો અને ઓડિયન્સ ઉભા કરી શકો છો. જેમ જેમ તમારા ફોલોઅર્સ વધશે તેમ તેમ બ્રાન્ડ પ્રમોશન, પેઇડ પાર્ટનશિપ અને એફિલિએટ લિંક્સથી આવક થઇ શકે છે.

વધુ વાંચો : સસ્તામાં Samsung નો મોબાઈલ લેવાની તક, કંપનીએ લોન્ચ કર્યા ત્રણ મોડલ, જાણો ફીચર

  • Affiliate Marketing માંથી કમિશન
    Amazon, Flipkart અને Meesho જેવા પ્લેટફોર્મ પર આજકાલ Affiliate પ્રોગ્રામ્સ ખૂબ જ લોકપ્રિય બન્યા છે. તમે તેમના પ્રોડક્ટની લિંક્સ WhatsApp ગ્રૂપ કે કોન્ટેક્ટને મોકલો અને કોઈ તે લિંકનો ઉપયોગ કરીને ખરીદી કરે છે તો તમને કમિશન મળે છે. યોગ્ય નેટવર્ક અને પ્રોડક્ટની પસંદગીથી તમે દર મહિને હજારો રૂપિયા સુધી કમાઈ શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp Channel WhatsApp Earn Money WhatsApp Business

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ