ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
મુંબઈમાં કોરોના વાયરસને લઈને ભય ફેલાયેલો છે. અને આ ડરના કારણે સર્જિકલ માસ્કની માંગ વધી છે અને હાલ 1 રૂપિયાનું માસ્ક અત્યારે 25 રૂપિયામાં મળે છે. સપ્લાયર હાલ 25 રૂપિયા ચાર્જ કરી રહ્યાં છે. હોસ્પિટલ આ માસ્કને જથ્થાબંધ ખરીદે છે. અને તેમના એક બોક્સમાં 100 માસ્ક આવે છે.
ADVERTISEMENT

વાયરસ આવશે તો શું થશે?
ADVERTISEMENT

જસલોક હોસ્પિટલના સી.ઈ.ઓ ડો. જીતેન્દ્ર હરયને જણાવ્યું કે પ્રાઈવેટ હોસ્પિટલ પાસે વધેલા ભાવોવાળા માસ્ક લેવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે હજુ વાયરસ મુંબઈ પહોચ્યો નથી પરંતુ જો એવું થશે તો શું થશે. હાલ લીલાવતી હોસ્પિટલ માં પણ માસ્કની અછત છે.
ADVERTISEMENT
સ્ટોક ઓછો છે

ADVERTISEMENT
એસોસિએશન ઓફ ઈંડિયન મેડીકલ ડિવાઈસ ઇન્ડસ્ટ્રીના કહેવા મુજબ દર વર્ષે ભારતમાં 241.3 મિલિયન ,મેડીકલ ડિસ્પોજલ માસ્ક બને છે. અને રિટેલ એન્ડ ડિસ્પ્રેસિંગ કેમિસ્ટસ એસોસિએશનના અધ્યક્ષ પ્રસાદ દર્વેએ જણાવ્યું કે ફાર્માસિસ્ટસ પાસે પુરતી સંખ્યામાં માસ્ક નથી. અને તેમણે જણાવ્યું કે ચીનમાં માસ્ક બનાવનાર કંપની બંધ થયા બાદ બીજા દેશોમાં હવે ભારતથી માસ્ક જાય છે.
માસ્કનો મુદ્દો વિધાનસભામાં
માસ્કનો મુદ્દો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે ઉઠાવ્યો હતો. અને કહ્યું કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને માસ્કની નીકાસ રોકવા માટે માંગ કરી. તેમણે કહ્યું કે ભારતના નાગરિકો માટે માસ્કની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો